ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદી મથુરાની મુલાકાતે, મીરાબાઈના સન્માનમાં પોસ્ટલ સ્ટેમ્પ-સિક્કો બહાર પાડ્યો

PM મોદી બ્રજ રાજ ઉત્સવમાં ભાગ લેવા મથુરા પહોંચ્યા હતા. અહીં તેમણે સૌથી પહેલા શ્રી કૃષ્ણના જન્મસ્થળ પહોંચ્યા અને પૂજા અર્ચના કરી. આ પછી પીએમ મીરાબાઈની 525મી જન્મજયંતિ કાર્યક્રમમાં પહોંચ્યા, જ્યાં અભિનેત્રી અને સાંસદ હેમા માલિનીએ તેમનું સ્વાગત કર્યું. PMએ સંત મીરાબાઈ પર પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડ્યું. 525મી જન્મજયંતિ પર 525 રૂપિયાનો સિક્કો પણ બહાર પાડવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મથુરા પહોંચ્યા હતા. અહીં તેઓ સૌથી પહેલા શ્રી કૃષ્ણના જન્મસ્થળ પહોંચ્યા અને પૂજા અર્ચના કરી. આ પછી પીએમ મીરાબાઈની 525મી જન્મજયંતિ કાર્યક્રમમાં પહોંચ્યા, જ્યાં અભિનેત્રી અને સાંસદ હેમા માલિનીએ તેમનું સ્વાગત કર્યું. PMએ પીએમ મોદીએ સંત મીરાબાઈની યાદમાં પોસ્ટલ સ્ટેમ્પ અને સિક્કો બહાર પાડ્યો. 525મી જન્મજયંતિ પર 525 રૂપિયાનો સિક્કો પણ બહાર પાડવામાં આવ્યો હતો.

ગુજરાતનું મથુરા સાથે ખાસ જોડાણઃ પીએમ મોદી

મારા માટે અહીં આવવું એ બીજી ખાસ વાત છે. કૃષ્ણથી મીરાબાઈ સુધીનું ગુજરાત સાથે જોડાણ હતું. કૃષ્ણ દ્વારકા ગયા અને દ્વારકાધીશ બન્યા. મીરાબાઈ પણ દ્વારકામાં રહેતા હતા. તે રાજસ્થાનની હતા. જ્યારે ગુજરાતના લોકોને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેવાની તક મળે છે ત્યારે તેઓ તેને સૌભાગ્ય માને છે.

બીજેપી સાંસદ હેમા માલિનીએ કહ્યું, “જ્યારથી હું અહીં સાંસદ તરીકે આવી છું, મેં જોયું છે કે ઘણા સંતો અને ઋષિઓના સ્થાનો બનાવવામાં આવ્યા છે, પરંતુ મીરાબાઈ વિશે કંઈ નથી. મેં પીએમ મોદીને મારી વ્યથા વ્યક્ત કરી હતી. તેથી તેઓ તરત જ રાજી થઈ ગયા. આજે આ સમારોહ મીરાબાઈ માટે થઈ રહ્યો છે.”

પીએમ મોદીની મથુરાની મુલાકાત નક્કી થયા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તૈયારીઓનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.પીએમ મોદીના મથુરામાં આગમન પર યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે પીએમ મોદીએ વિકાસના નવા માપદંડો બનાવ્યા છે. મથુરા વૃંદાવનમાં ઝડપી વિકાસ કાર્યો થયા છે. અયોધ્યામાં જે ક્યારેય નહોતું થયું તે હવે થઈ રહ્યું છે. હવે સૌ 22મી જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે રામ મંદિરનું ઉદ્ઘાટન થશે.

Back to top button