વડોદરામાં ચાલુ કોર્ટમાં જ સિનિયર વકીલ ઢળી પડ્યા, હાર્ટ એટેક આવતાં મૃત્યુ થયું
વડોદરાઃ (Gujarat)ગુજરાતમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કિસ્સા વધુ પ્રમાણમાં બની રહ્યાં છે. (Heart Attack)ત્યારે આજે વડોદરામાં કોર્ટમાં ચાલુ સુનાવણીમાં હાર્ટ એટેક આવતા સિનિયર વકીલનું મૃત્યુ થયું છે. (lawyer suffered a heart attack) આ ઘટનાથી સમગ્ર કોર્ટ સંકુલમાં ચકચાર મચી જવા પામી હતી. વકીલ બેડામાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. (Vadodara Court)વકીલોમા ચર્ચાઓ થતી હતી કે, તેઓ સવારે સ્વસ્થ હતાં પણ કોર્ટ રૂમમાં કેસ બાબતે ગયા અને હૃદય બેસી ગયું હતું.
સવારે સ્વસ્થ હતાં પણ કોર્ટમાં સિવિયર એટેક આવ્યો
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરામાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતાં વડોદરા વકીલ મંડળના સિનિયર વકીલ 53 વર્ષીય જગદીશભાઈ જાધવનું આજે કોર્ટ રૂમમાં હાર્ટ એટેક આવતાં મૃત્યુ નિપજ્યું હતું. વકીલ જગદીશભાઈ આજે નિત્યક્રમ મુજબ ન્યાય મંદિર કોર્ટ ખાતે કેસ બાબતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને કોર્ટ રૂમમાં હાર્ટ એટેક આવતા તેઓ કોર્ટ રૂમમાં જ ઢળી પડ્યા હતા. તરત જ તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતાં.
આ પણ વાંચોઃ ગુજરાતની પ્રાથમિક શાળાના 2 લાખથી વધુ શિક્ષકોને CPRની તાલીમ અપાશે