ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મિડ-ડે મીલ ખાધા પછી 64 વિદ્યાર્થીઓની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

Text To Speech

અન્નમય્યા, 23 નવેમ્બર: આંધ્ર પ્રદેશના અન્નમય્યા જિલ્લાની એક સરકારી શાળાના 64 વિદ્યાર્થીઓ બુધવારે મધ્યાહન ભોજન ખાધા પછી બીમાર પડ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાળકો બીમાર પડ્યા હતા તેઓ મદનપલ્લે ગ્રામીણ મંડળના તેલુલાપાલેમ ગામમાં સ્થિત મંડળ પરિષદ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હતા. મીડિયા રિપોર્ટ મુજબ, વિદ્યાર્થીઓના બીમાર પડવાથી રોષે ભરાયેલા વાલીઓએ શાળા પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા અને આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.

ધ હિન્દુના અહેવાલ પ્રમાણે ભાત રાંધતી વખતે એક ગરોળી વાસણમાં પડી ગઈ હોવાનું કહેવાય છે. તેમજ તપાસ કર્યા વિના ભોજન બાળકોને પીરસવામાં આવ્યું હતું. ખોરાક લીધાના એક કલાકમાં બાળકોની તબિયત બગડવા લાગી. શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ અંગે તપાસ હાથ ધરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

રેવન્યુ ડિવિઝન ઓફિસર હોસ્પિટલ પહોંચ્યા પછી, વિદ્યાર્થીઓની પરિસ્થિતિ ગંભીર ન હોવાની ખાતરી આપી. તેમણે ખાતરી આપી કે તમામ બાળકો સ્વસ્થ થઈ રહ્યા છે અને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેમને તેમના ઘરે રજા આપવામાં આવશે. બીજી તરફ, શાળાના શિક્ષકે દાવો કર્યો કે રસોઈ માટે ઉપયોગમાં લેવાતા વાસણોમાં ગરોળીનો કોઈ પુરાવો મળ્યો નથી અને સંપૂર્ણ તપાસ કરવા છતાં, શાળા કે સત્તાવાળાઓને દૂષિતતાના કોઈ ચિહ્નો મળ્યા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ સુરક્ષિત છે.

મિડ-ડે મીલ ખાધા પછી વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હોવાની આ પહેલી ઘટના નથી. ઑક્ટોબરની શરૂઆતમાં, મુંબઈની સરકારી શાળાના સોળ વિદ્યાર્થીઓ કથિત રીતે મધ્યાહ્ન ભોજન ખાધા પછી બીમાર પડ્યા હતા. શાળામાં મધ્યાહ્ન ભોજન બાદ 16 વિદ્યાર્થીઓને ઉલ્ટી અને પેટમાં દુ:’ખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: રાજસ્થાનમાં અશોક ગેહલોતનું લોકલ કાર્ડઃ અહીં ગુજરાતી આવીને મત માંગે છે તો હું ક્યાં જઈશ?

Back to top button