જાગો ગ્રાહક જાગો, એફડી ઓનલાઈન બ્રેક કરી ગઠિયાએ લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યા


- પોશ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત ઓનલાઈન ઠગાઈનો ભોગ
- ત્રણ લાખ અને પાંચ લાખની બે એફડીમાંથી ઠગે ઓનલાઈન બ્રેક કરી
- આ મામલે સાઈબર ક્રાઈમમાં ઓનલાઈન ફરિયાદ થઇ
નડિયાદમાં એફડી ઓનલાઈન બ્રેક કરી ઠગે રૂ.4.83 લાખ ટ્રાન્સફર કરી લીધા છે. જેમાં મેનેજરે મોટી રકમનો વ્યવહાર થતાં ગ્રાહકને જાણ કરતાં ભાંડો ફૂટયો છે. નિવૃત્ત વ્યક્તિના ખાતામાંથી જાણ બહાર જ ચાર ટ્રાન્ઝેક્શન થઈ ગયા છે. આ મામલે સાઈબર ક્રાઈમમાં ઓનલાઈન ફરિયાદ થઇ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં આ વિસ્તારોમાં પાણી કાપ, જાહેર નોટિસ મારફતે શહેરીજનોને જાણ કરાઈ
પોશ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત ઓનલાઈન ઠગાઈનો ભોગ
નડિયાદના પોશ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા છે. કોઈ ઠગ દ્વારા તેમના ખાતામાંથી તેમની જાણ બહાર ચાર ટ્રાન્ઝેકશન થકી રુ.4.83 લાખ ઉપાડી લીધા હતા. બેંકના મેનેજર દ્વારા ફોન કરી મોટી રકમ ઉપડયા મામલે પૂછતા નિવૃત્તે ઠગાઈ થયાનું જાણ્યું હતું. નડિયાદ કોલેજરોડ વિસ્તારમાં રહેતા 68 વર્ષીય રાજેન્દ્રકુમારબ્રહ્મભટ્ટે આ મામલે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે તેમના બંધન બેંકમાં ત્રણ ખાતા છે. ગત તા.20-10-23ના રોજ બેંકના મેનેજરે તેમને ફોન કરી જણાવેલ કે તમે તમારા ખાતામાંથી રુ.1,99,999નું ટ્રાન્ઝેકશન કર્યું છે જેથી તેમણે ના પાડી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં નવા વર્ષે 50% ઘટેલી વીજમાગ ફરી વધી, જાણો કેટલા મેગાવોટનો વધારો થયો
ત્રણ લાખ અને પાંચ લાખની બે એફડીમાંથી કોઈ ઠગે ઓનલાઈન બ્રેક કરી
રાજેન્દ્રભાઈએ બેંકની રુબરુ મુલાકાત લઈ છેલ્લા એક મહિનાથી બેંકની એપ બંધ હોઈ, અને તેઓ તમામ નાણાંકીય વ્યવહાર રુબરુ બેંકમાં આવીને જ કરતા હોવાનું જણાવતા બેંક દ્વારા તેમના ખાતાની તપાસ કરવામાં આવી હતી. જેમાં તેમની ત્રણ લાખ અને પાંચ લાખની બે એફડીમાંથી કોઈ ઠગે ઓનલાઈન બ્રેક કરી રુ4.83 લાખ અલગ અલગ ટ્રાન્ઝેકશનથી પડાવી લીધા હોવાનું સામે આવતા નિવૃત્તે આ મામલે સાઈબર ક્રાઈમમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં ગતતા. 19-10-23ના રોજ 1.09 લાખ, 1,99,999, 25 હજાર અને દોઢ લાખ ઠગે સ્ટાન્ડર્ડ ચાર્ટર બેંકના ખાતામાં જમા લઈ લીધા હોઈ આ મામલે નિવૃત્તે ફરિયાદ નોંધાવી છે.