- દસ મહિનામાં સ્વાઈન ફ્લૂના 170 કેસ નોંધાયા
- કેસની સંખ્યા મામલે ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે
- એચ1એન1 એટલે કે સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો
ગુજરાતમાં શિયાળાની ઠંડક વચ્ચે સ્વાઈન ફ્લૂ ધીમી ગતિએ વકર્યો છે. એક મહિનામાં નવા 41 કેસ સામે આવ્યા છે. તેમજ ગુજરાતમાં દસ મહિનામાં 170 કેસ સાથે બે દર્દીનાં મોત થયા છે. સ્વાઈન ફ્લૂના કેસની સંખ્યા મુદ્દે ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. તેમજ ગત સપ્ટેમ્બર મહિનામાં 11 કેસ આવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં 3 દિવસ વરસાદની માહોલની આગાહી, જાણો કયા પડશે ધોધમાર વરસાદ
દસ મહિનામાં સ્વાઈન ફ્લૂના 170 કેસ નોંધાયા
શિયાળાની ઠંડીની સાથે ગુજરાતમાં ધીમે ગતિએ એચ1એન1 એટલે કે સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો જોવાયો છે, ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં સ્વાઈન ફલૂના નવા 41 કેસ નોંધાયા છે. ગત સપ્ટેમ્બર મહિનામાં 11 કેસ આવ્યા હતા. એકંદરે કેલેન્ડર વર્ષ 2023માં અત્યાર સુધીમાં સ્વાઈન ફલૂના કુલ 170 કેસની સાથે બે દર્દીનાં મોત થયા છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ ડેટા પ્રમાણે, ગુજરાતમાં પહેલી જાન્યુઆરી 2023થી 31મી ઓક્ટોબર સુધીમાં એટલે કે દસ મહિનામાં સ્વાઈન ફ્લૂના 170 કેસ નોંધાયા છે.
કેસની સંખ્યા મામલે ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે
કેસની સંખ્યા મામલે ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. દેશભરમાં દસ મહિનામાં કુલ 5,350 કેસની સાથે 101 દર્દીનાં મોત થયા છે. સૌથી વધુ 1995 કેસની સાથે તામિલનાડુમાં 10 દર્દીનાં મોત થયા છે, પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં 1125 કેસ અને 25ના મોત થયાં છે. કેરાલામાં 909 કેસની સાથે 53 દર્દીનાં મોત છે. કેરાલામાં સૌથી વધુ મોત નોંધાયા છે. મહત્ત્વનું છે કે, ગુજરાતમાં ગત વર્ષ 2022માં 2,174 કેસની સાથે 71નાં મોત થયા હતા, એ જ રીતે વર્ષ 2021માં 33 કેસ-બે મોત, વર્ષ 2020માં 55 કેસ-બે મોત, વર્ષ 2019માં 4,844 કેસ, 151 મોત જ્યારે વર્ષ 2018માં 2164 કેસની સાથે 97 દર્દીનાં મોત થયા હતા.