અમદાવાદગુજરાતમનોરંજન

ગુજરાતી ફિલ્મોના પીઢ અભિનેત્રી ચારૂબેન પટેલની વિદાય, હાર્ટ એટેકથી મૃત્યુ થયું

Text To Speech

અમદાવાદઃ (Gujarati film)ગુજરાતી નાટકો અને ફિલ્મોના પીઢ અભિનેત્રી ચારૂબેન પટેલનું 83 વર્ષની વયે નિધન થયું છે. તેઓ આણંદ તાલુકાના બાકરોલ ગામમાં રહેતાં હતાં. તેમને તાજેતરમાં પગમાં ફ્રેક્ચર થયું હોવાથી કરમસદ સ્થિત કૃષ્ણ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. (Gujarati drama)આજે સવારે તેમને અચાનક હાર્ટ-એટેક આવતાં હોસ્પિટલમાં જ તેમનું નિધન થયું હતું. (Charuben Patel)હાલ તેમના પાર્થિવ દેહને હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રખાશે અને રવિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

1963માં અમદાવાદ કોર્પોરેશનમાં નોકરી શરૂ કરી
આફ્રિકાના યુગાન્ડામાં 12 જાન્યુઆરી 1940ના રોજ તેમનો જન્મ થયો હતો. ચારૂબેને બી.એ. ઓનર્સ, એલ.એલ.બી. હિન્દી સાહિત્યરત્ન વર્ધાનો અભ્યાસ કર્યો હતો. તેઓએ 23 વર્ષની ઉંમરે એટલે કે, વર્ષ 1963માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી શરૂ કરી હતી. ચારૂબેને 24 વર્ષની ઉંમરે નોકરીની સાથે નાટ્યક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું હતુ. તેમણે અમદાવાદની સંસ્થાઓ સાથે નાટકોમાં અભિનય કરેલા છે.

1998માં ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યુ
ચારૂબેને વર્ષ 1998માં ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યુ હતું. જેમાં લગભગ 70 જેટલી ફિલ્મો કરેલી છે. જેમાં મૈયરમાં મનડું નથી લાગતું, મેંતો પાલવડે બાંધી પ્રિત, માંડવડા રોપાવો માણારાજ, દીકરીનો માંડવો, જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ચારૂબેને વર્ષ 1965માં પહેલી ઓરવોકલર ફિલ્મ લીલુડી ધરતીમાં કામ કરેલું. આ ઉપરાંત મિર્ચમસાલા તથા રિહાઈ નામની બે હિન્દી ફિલ્મો પણ કરેલી છે. જ્યારે ત્રણ હિન્દી સીરીયલ કરેલી છે.

એક ડાળના પંખી’ સિરિયલમાં કલા સાંગાણીનો રોલ પ્રચલિત થયો
ગુજરાતી ફિલ્મોના નિષ્ણાંત કાર્તિકેય ભટ્ટે જણાવ્યું હતું કે, અમદાવાદ દુરદર્શનની ‘એક ડાળના પંખી’ સિરિયલમાં કલા સાંગાણીનો રોલ અદા કરીને તેઓ વધુ પ્રચલિત થયાં હતાં. ચારૂબેને દર્શન થીયેટર્સના નેજા હેઠળ લગભગ 15 નાટકોનું નિર્માણ પણ કર્યું હતું. તેમણે અમે અને અમારી ભૂરી, ડાહીમાંની વાતો, ન્યાય અન્યાય, નારીતું નારાયણી, ગામડું જાગે છે. ભાતભાત કે લોગ, લેખકનો આયનો વિગેરે સીરીયલ્સના લગભગ 500 જેટલા એપીસોડ કરેલા છે. કોમર્શીયલ સીરીયલ્સમાં હુતો હુતી તાગડધિન્ના, સ્ત્રીશક્તિ, મહાશક્તિ, મને બચાવો, આટાપાટા, અંગાર, સબરસ, સંબંધ, તણખાં, ગુનેગાર, બમચીક, ઝાકળ ઝંઝા, ઘટના ખુશમિજાજ, ગૃહલક્ષ્મી, ડોક્ટરની ડાયરી, ભેદ ભરમ, ગ્રહશાંતિ, ઘર ઘરની વાત, પાલવ, માણસ એક ઉખાણું વિગેરે લગભગ 100 જેટલી સીરીયલ્સમાં કામ કર્યું છે.

આ પણ વાંચોઃ ‘ધૂમ’ના ડિરેક્ટર સંજય ગઢવીનું હાર્ટ એટેકથી નિધન

Back to top button