અમદાવાદઃ (Gujarat Police)તાજેતરમાં જ ગુજરાતમાં ફરજ બજાવતા 9 હજાર TRB જવાનોમાંથી 6400 જવાનોને માર્ચ 2024 સુધીમાં ફરજમુક્ત કરવાનો નિર્ણય રાજ્યના પોલીસ વડા દ્વારા લેવાયો છે. (Traffic brigade)ત્યારે આ નિર્ણયને લઈને વિરોધ શરૂ થયો છે. આજે TRB જવાનોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી જણાવ્યું કે, જો સરકાર અમને ટ્રાફિક વિભાગમાં રાખવા ન માંગતી હોય તો અન્ય કોઈ વિભાગમાં સમાવેશ કરવામાં આવે. (Ahmedabad police)TRB જવાનો લોકો સાથે ગેરવર્તણૂક કરતા હોવાથી લોકોની ફરિયાદો પોલીસ અને સરકારને મળતી હતી.
મોટાભાગના TRB જવાન ગ્રેજ્યુએટ છે
TRB જવાનોએ પોલીસના નિર્ણય સામે આજે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી સામે દેખાવો કર્યા હતા. જ્યાં તેમની સાથે યુવા નેતા યુવરાજસિંહ પણ સામેલ થયા હતા. તેઓએ કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપીને મીડિયા સમક્ષ કહ્યું હતું કે, લઘુતમ વેતન 470 રૂપિયા હોવા છત્તા TRB જવાનને 300 રૂપિયાનું જ પ્રતિદિન વેતન મળતું હતું. મહિનાના 27 દિવસ લેખે તેમને 8400 રૂપિયા વેતન મળતું હતું. પરંતુ હવે ઘર ચલાવવાનો પ્રશ્ન છે. જો સરકાર TRB જવાનને ટ્રાફિક વિભાગમાં રાખવા ન માંગતી હોય તો અન્ય કોઈ વિભાગમાં સમાવેશ કરવામાં આવે. કારણ કે લોકો વર્ષોથી TRBમાં કામ કરે છે.મોટાભાગના TRB જવાન ગ્રેજ્યુએટ છે.
માર્ચ 2024 સુધીમાં ફરજ મુક્ત કરવાનો નિર્ણય
ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાંથી 09 હજાર ટ્રાફિક બ્રિગેડ જવાનોને છૂટા કરવાનો નિર્ણય કરાયો છે. જેનો પરિપત્ર 18 નવેમ્બરે જાહેર થઈ ચૂક્યો છે. જે મુજબ 10 વર્ષ કરતા વધુ સમય ફરજ બજાવી હોય તેવા TRBને 30 નવેમ્બર સુધી ફરજ મુક્ત કરવા, 05 વર્ષ સુધી ફરજ બજાવી હોય તેને 31 ડિસેમ્બર સુધી મુક્ત કરવા અને જેને 03 વર્ષ પૂર્ણ થયેલા હોય તેને 31 માર્ચ 2024 સુધીમાં ફરજ મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.