કાલી પોસ્ટરના વિવાદ બાદ ડાયરેક્ટર લીનાનું નવું ટ્વીટ, ‘ભગવાન શિવ-મા પાર્વતી’ને સિગારેટ પીતા દેખાડ્યા
કાલી ફિલ્મના પોસ્ટર પર ચાલી રહેલા વિવાદ વચ્ચે દિગ્દર્શક લીના મણિમેકલાઈએ વધુ એક વિવાદિત ટ્વિટ કર્યું છે. જેને લઈને તેના પર ફરીથી વિવાદ ઊભો થયો છે. આ નવા ટ્વિટમાં લીનાએ ભગવાન શિવ અને માતા પાર્વતીની ભૂમિકા ભજવતા કલાકારો ધૂમ્રપાન કરતા બતાવવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા યુઝર્સના નિશાને લીના
ફોટો ટ્વિટ કરતાં લીના મણિમેકલાઈએ લખ્યું, ‘બીજે ક્યાંક.’ આ અંગે ટ્વિટર યુઝર્સ તેમના પર નિશાન સાધી રહ્યાં છે. એક યુઝર્સે લખ્યું કે તે માત્ર નફરત ફેલાવી રહી છે. બીજાએ લખ્યું કે તેઓએ ધર્મનું અપમાન કરવાનું બંધ કરવું જોઈએ.
Elsewhere…. pic.twitter.com/NGYFETMehj
— Leena Manimekalai (@LeenaManimekali) July 7, 2022
ભાજપના નેતાએ પણ નિંદા કરી
લીના મણિમેકલાઈએ ટ્વીટ કરેલા આ ફોટો પર રાજનેતાઓના નિવેદન પણ આવવા લાગ્યા છે. ભાજપના નેતા શહજાદ પૂનાવાલાએ આ અંગે નિવેદન આપ્યું છે. તેમને લખ્યું કે આ સર્જનાત્મક અભિવ્યક્તિનો મામલો નથી, તે જાણી જોઈને ઉશ્કેરવાનો મામલો છે.
હિન્દુઓને ગાળો આપવી= ધર્મનિરપેક્ષતા?
હિન્દુઓની આસ્થાનું અપમાન કરવું= ઉદારવાદ?
શહઝાદ પૂનાવાલાએ આગળ લખ્યું કે લીનાને પ્રોત્સાહન મળી રહ્યું છે કારણ કે તે જાણે છે કે ડાબેરી પક્ષો, કોંગ્રેસ, ટીએમસી તેમને સમર્થન આપી રહ્યા છે. હજુ સુધી ટીએમસીએ મહુઆ મોઇત્રા પર કાર્યવાહી કરી નથી.
મા કાલીના પોસ્ટર પર વિવાદ થયો હતો
હાલના વિવાદ પહેલા લીના મણિમેકલાઈએ ફિલ્મ કાલીના પોસ્ટર પર વિવાદ ઊભો કર્યો હતો. તે પોસ્ટરમાં માતા કાલીને સિગારેટ પીતા બતાવવામાં આવ્યા હતા. વિવાદ બાદ ટ્વિટરે નિર્માતા-નિર્દેશક લીના મણિમેકલાઈની પોસ્ટને હટાવી લીધી છે.
લીના મણિમેકલાઈની ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટરમાં મા કાલીને સિગારેટ પીતા બતાવવામાં આવ્યા હતા. આ સાથે, એક હાથમાં LGBT સમુદાયનો સતરંગો ઝંડો પણ જોવા મળતો હતો.
કાલી ફિલ્મના પોસ્ટર પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ઘણા રાજ્યોમાં FIR નોંધવામાં આવી છે. આ ફિલ્મના પોસ્ટરને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ દિલ્હી, યુપી અને મુંબઈમાં FIR દાખલ કરવામાં આવી છે.
લીના મણિમેકલાઈ કોણ છે?
લીના મણીમેકલાઈ મદુરાઈના દક્ષિણમાં સ્થિત એક દૂરના ગામ મહારાજાપુરમની રહેવાસી છે. તેમના પિતા કોલેજના લેક્ચરર હતા. તે એક ખેતમજૂર પરિવારમાંથી આવે છે અને તેના ગામના રિવાજ મુજબ, તરુણાવસ્થાના થોડા વર્ષો પછી છોકરીઓના લગ્ન તેમના મામા સાથે કરવામાં આવતા હોય છે. લીનાને જ્યારે ખબર પડી કે પરિવારના સભ્યો તેના લગ્નની તૈયારી કરી રહ્યા છે, ત્યારે તે ચેન્નાઈ ભાગી ગઈ. તે પછી તેણે એન્જિનિયરિંગ કર્યું. તેણે IT સેક્ટરમાં નોકરી પણ કરી હતી. ઘણી નોકરીઓ કર્યા પછી, તેણે ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં આવવાનું નક્કી કર્યું.