ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઑટો રિક્ષા અને ટ્રક વચ્ચેની ભીષણ ટક્કરમાં આઠ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

Text To Speech

વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ (22 નવેમ્બર): વિશાખાપટ્ટનમમાં શાળાએ જતી વખતે ઑટો-રિક્ષા અને ટ્રક અથડાતાં શાળાના આઠ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના શહેરના સંગમ શરત થિયેટર પાસે બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર ટ્રક અને ઓટો રિક્ષા પૂરપાટ ઝડપે આવતાં જોરદાર ટક્કર લાગી હતી. ટક્કરના લીધે ઓટો રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેમાં બાળકો રિક્ષામાંથી ઉછળીને બહાર પડ્યા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમામ વિદ્યાર્થીઓને સારવારઅર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

વિવિધ સમાચાર એજન્સી દ્વારા જારી કરાયેલો આ ઘટનાનો વીડિયો ત્યારબાદ સોશિયલ મીડિયા પર પણ વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્કૂલના બાળકોને લઈ જઈ રહેલી ઑટો સામેથી બેફામ આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. બંને વાહનો સ્પીડમાં હોવાથી ટક્કર એટલી જોરદાર હતી કે, રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સ્કૂલના બાળકો ઘાયલ અવસ્થામાં રસ્તા પર પડી ગયા હતા. જોકે, આસપાસના લોકો તરત જ મદદે દોડી આવ્યા અને બાળકોને રીક્ષામાંથી કાઢવાના પ્રયાસો કર્યા હતા.

ડીસીપી શ્રીનિવાસ રાવે જણાવ્યું કે, હાલમાં પોલીસે ગુનો નોંધી ઘટનાની તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક તબીબી સુવિધા ધરાવતી સેવન હિલ્સ હોસ્પિટલમાં ખસેડાયા છે. એક વિદ્યાર્થીઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જ્યારે ત્રણ સારવાર હેઠળ છે. જ્યારે અન્ય ચાર બાળકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો: બેફામ ટ્રકે 4 સેકન્ડમાં એકસાથે છ વાહનોને અડફેટે લીધા, VIDEO વાયરલ

Back to top button