ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં સગીર વતી થતા દસ્તાવેજની નોંધણી માટે કોર્ટની પરવાનગીની જરૂર નથી

  • નોંધણી સર નિરીક્ષક અને સુપરિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પનો પરિપત્ર
  • અત્યાર સુધી નોંધણી માટે કોર્ટની મંજૂરીનો આગ્રહ રખાતો હતો
  • સગીરનો હક હિસ્સો નક્કી હોય તો જ કોર્ટની મંજૂરી લેવાની રહેશે

ગુજરાતમાં સગીર વતી થતા દસ્તાવેજની નોંધણી માટે કોર્ટની પરવાનગીની જરૂર નથી. સગીર વતી દસ્તાવેજોમાં કોર્ટની મંજૂરીની જરૂર નથી. તેમાં નોંધણી સર નિરીક્ષક અને સુપરિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પનો પરિપત્ર છે. અત્યાર સુધી નોંધણી માટે કોર્ટની મંજૂરીનો આગ્રહ રખાતો હતો.

આ પણ વાંચો: જૂનાગઢમાં આજથી લીલી પરિક્રમા શરૂ, જાણો કેમ એક દિવસ પહેલા ખુલ્યા ગેટ 

સગીરનો હક હિસ્સો નક્કી હોય તો જ કોર્ટની મંજૂરી લેવાની રહેશે

સગીરનો હક હિસ્સો નક્કી હોય તો જ કોર્ટની મંજૂરી લેવાની રહેશે. ગુજરાતમાં હવેથી સગીરના પ્રતિનિધિ વતી થતા દસ્તાવેજની નોંધણી માટે સબ રજિસ્ટ્રાર કચેરીઓ કોર્ટની પરવાનગી રજૂ કરવાનો આગ્રહ કરી શકે નહી. રાજ્યના નોંધણી સર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ જેનુ દેવને એક પરિપત્ર કર્યો છે. જેમાં સબ રજિસ્ટ્રારોને ‘જ્યારે સ્થાવર મિલકતની પરિવારના સભ્યો વચ્ચે વહેંચણી થઈ હોય અને સગીરનો હક-હિસ્સો નક્કી થયો હોય તેવા કિસ્સામાં જ કોર્ટની પૂર્વ પરવાનગી મેળવવાની રહેશે’ એવી સૂચના આપી છે.

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી ગ્રીન ઈકોનોમી બનશે મજબૂત 

હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી

સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં સગીર વતી રજૂ થતા દસ્તાવેજોની નોંધણી માટે અત્યાર સુધી કોર્ટની પરવાનગી ફરજિયાત હતી. દસ્તાવેજોમાં મિલકતના માલિક જો સગીર હોય તેવા કિસ્સામાં સબ રજિસ્ટ્રારો અરજદારો પાસે કોર્ટની પરવાનગી માંગતા હતા. પરંતુ, હાઈકોર્ટે આવા એક કિસ્સામાં ”જો સગીરના હક્કનું વેચાણ કરવા માટે કોર્ટની પરવાનગી લેવાની રહેતી નથી” એવો ચૂકાદો આપ્યો હતો. આ ચુકાદાનો અમલ કરવા માટે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં શિયાળાની શરૂઆત સાથે રોગચાળો વધ્યો, હોસ્પિટમાં કેસનો આંકડો જાણી રહેશો દંગ

કચેરીઓમાં ધક્કા તેમજ સમયના વેડફાટમાંથી મુક્તિ

આ નિર્ણયથી સગીર વતી સ્થાવર મિલકતના વેચાણ, હસ્તાતંરણ દસ્તાવેજ રજૂકર્તા પ્રતિનિધિને કોર્ટની ફી, વકીલ ફી સહિતના ખર્ચા, કચેરીઓમાં ધક્કા તેમજ સમયના વેડફાટમાંથી મુક્તિ મળશે. સામાન્ય અંદાજ પ્રમાણે સગીરનો વણવેચાયેલો હક- હિસ્સો તબદીલ થતો હોય તેવા કિસ્સામાં કોર્ટની પૂર્વ મંજૂરી મેળવવા રૂપિયા 50 હજારથી લઈને એક લાખ ઉપરાંત ખર્ચો થતો હોય છે. હવેથી, આવા ખર્ચ અને સમય બેઉમાં બચત થશે.

Back to top button