ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં શિયાળાની શરૂઆત સાથે રોગચાળો વધ્યો, હોસ્પિટમાં કેસનો આંકડો જાણી રહેશો દંગ

Text To Speech
  • શરદી, ઉધરસ, વાયરલ ફીવરના દર્દીઓની સંખ્યામાં વધારો
  • શહેરમાં રોજના ડેન્ગ્યુના 8 અને કમળાના 4 દર્દી નોંધાયા
  • પાણીજન્ય રોગચાળો અંકુશમાં જોવા મળ્યો છે

અમદાવાદમાં શિયાળાની શરૂઆત સાથે રોગચાળો વધ્યો છે. હોસ્પિટમાં કેસનો આંકડો જાણી દંગ રહેશો. શિયાળાના પ્રારંભે શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં રોગચાળો વકર્યો છે. તેમાં મેલેરિયાના 92, ફાલ્સીપારમના 28, ડેન્ગ્યૂના 142 કેસ આવ્યા છે. હોસ્પિટલોમાં શરદી, ખાંસી, વાઇરલ ફિવરના દર્દીઓની લાઈનો લાગી છે.

આ પણ વાંચો: જૂનાગઢમાં આજથી લીલી પરિક્રમા શરૂ, જાણો કેમ એક દિવસ પહેલા ખુલ્યા ગેટ 

શહેરમાં રોજના ડેન્ગ્યુના 8 અને કમળાના 4 દર્દી નોંધાયા

અમદાવાદમાં શિયાળાની ધીમા પગલે શરૂઆત થવા સાથે મચ્છરોનો ઉપદ્રવ વધવાને પગલે મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે. નવેમ્બરના 19 દિવસમાં મેલેરિયાના 92 અને ફાલ્સીપારમના 28, ડેન્ગ્યૂના 142 કેસ નોંધાયા છે. ઝાડા-ઉલટીના 269, કમળાના 71 અને ટાઈફોઈડના 176 કેસ નોંધાવા સાથે પાણીજન્ય રોગચાળો અંકુશમાં જોવા મળે છે. નવેમ્બરના 19 દિવસમાં ડેન્ગ્યૂના 142 કેસ નોંધાયા છે. આમ શહેરમાં રોજના ડેન્ગ્યુના 8 અને કમળાના 4 દર્દી નોંધાયા છે.

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી ગ્રીન ઈકોનોમી બનશે મજબૂત 

શરદી, ઉધરસ, વાયરલ ફીવરના દર્દીઓની સંખ્યામાં વધારો

દિવાળીના તહેવારોને પગલે શહેરમાં શરદી, ઉધરસ, વાયરલ ફીવરના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે અને સરકારી, મ્યુનિ. હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટરો અને ખાનગી દવાખાનાઓમાં શરદી, ખાંસી, વાયરલ ફીવરના દર્દીઓની કતાર જોવા મળે છે. ગત વર્ષે નવેમ્બરમાં મેલેરિયાના 81 કેસ નોંધાયા હતા અને જ્યારે ચાલુ વર્ષે નવેમ્બરમાં 92 કેસ નોંધાયા છે. છેલ્લાં કેટલાંક દિવસોથી સવારે ઠંડીના ચમકારો જોવા મળે છે અને બપોરે સાધારણ ગરમી સાથે બેવડી મોસમ અનુભવાઈ રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ વધવાને પગલે મચ્છરજન્ય રોગચાળો જોવા મળે છે.

Back to top button