ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીની પનૌતી સાથે સરખામણી કરવી રાહુલ ગાંધીને મોંઘી પડી શકે છે, FIRની માંગ

Text To Speech

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ PM મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ FIR નોંધવાની માંગ કરવામાં આવી છે. એડવોકેટ વિનીત જિંદાલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હી પોલીસમાં FIR દાખલ કરી છે.

એડવોકેટ વિનીત જિંદાલે હાલમાં દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દિલ્હી પોલીસ આ અંગે એફઆઈઆર નોંધવાનો નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે જાલોરમાં એક રેલીને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ પીએમ મોદીને પનોતી કહ્યા હતા.

રાહુલ ગાંધીએ શું કહ્યું?

જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “PM મોદી ક્રિકેટ મેચ જોવા જાય, તે અલગ વાત છે કે તેઓ મેચ હારી જશે, પનૌતી! PM એટલે પનૌતી મોદી.” તેમણે કહ્યું કે આપણા ખેલાડીઓએ વર્લ્ડ કપ જીત્યો હોત. પરંતુ પનૌતીએ મેચ હરાવી દીધી.

ભાજપે આ નિવેદનની ટીકા કરી હતી

આ પહેલા ભાજપે કોંગ્રેસના સાંસદના આ નિવેદન પર સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને તેમને માફી માંગવા કહ્યું હતું. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે પીએમ મોદી પર રાહુલ ગાંધીની ટિપ્પણીને અભદ્ર ગણાવી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસના નેતાએ આના પર પીએમ મોદીની માફી માંગવી પડશે.

શું છે મામલો?

PM મોદી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચ્યા હતા. ભારત વર્લ્ડ કપની મેચોમાં અજેય રહ્યું હતું અને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હરાવ્યું હતું.

‘રાહુલ ગાંધીએ દેશની એકતા માટે જીવ આપ્યો’ : ખડગેએ ભાષણમાં કરી મોટી ભૂલ, થયા ટ્રોલ

એક તરફ ભારતીય બેટ્સમેનો મેચમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. બીજી તરફ ટીમ ઈન્ડિયાના બોલરો પણ કોઈ કમાલ કરી શક્યા ન હતા. આને મુદ્દો બનાવતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીની સરખામણી પનૌતી સાથે કરી હતી.

Back to top button