બુધનું ધન રાશિમાં ગોચરઃ 27 નવેમ્બરથી પલટાશે ત્રણ રાશિનું ભાગ્ય
- નવેમ્બરમાં ગ્રહોના રાજકુમાર બુધનું ધન રાશિમાં ગોચર થશે. બુધ ધન રાશિમાં પ્રવેશશે તો કેટલીક રાશિના જાતકોને લાભ જ લાભ થશે. બુધનું ગોચર અનેક રાશિઓને અસર કરશે, પરંતુ કેટલીક રાશિઓ લકી સાબિત થશે. જાણો કઈ છે એ લકી રાશિઓ?
જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહ એક નિશ્ચિત સમયગાળામાં એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. નવેમ્બરના છેલ્લા અઠવાડિયે ગ્રહોના રાજકુમાર બુધ રાશિ પરિવર્તન કરવાના છે. બુધ ધન રાશિમાં 27 નવેમ્બરે સવારે 5.41 વાગ્યે ગોચર કરશે. બુધનું ગોચર એક મહિનો રહેશે. બુધ 28 ડિસેમ્બર સુધી ધન રાશિમાં રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધને જ્ઞાન, સૌભાગ્ય, બુદ્ધિ અને વેપારનો કારક માનવામાં આવે છે. બુધનું ગોચર તમામ 12 રાશિને પ્રભાવિત કરશે, પરંતુ કેટલીક રાશિઓ પર તેનો પ્રભાવ અત્યંત શુભ રહેશે. તો કેટલીક રાશિઓ માટે તે એટલો ફાયદાકારક નહીં હોય. જાણો એ લકી રાશિઓ કઈ છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે ધન રાશિમાં બુધનું ગોચર શુભ રહેશે. 27 નવેમ્બરથી 28 ડિસેમ્બરની વચ્ચે તમને કિસ્મતનો સારો સાથ મળશે. તમને આ સમયગાળા દરમિયાન અનેક કામમાં સફળતા મળશે. જીવનમાં અનેક જગ્યાએ અટકેલા કામ પાર પડશે. નોકરિયાત લોકોને એક મહિનાના સમયગાળામાં સારા સમાચાર મળી શકશે. આવકમાં વધારો થઈ શકે છે.
કન્યા રાશિ
ધન રાશિમાં બુધનું ગોચર કન્યા રાશિના લોકો માટે અનુકુળ ટાઈમનો સંકેત છે. 27 નવેમ્બરથી તમારા સારા દિવસો શરૂ થશે. બુધ ગોચરથી તમને આર્થિક લાભ થશે. કારકિર્દીમાં સફળતા મળશે. સારી નાણાંકીય શક્યતાઓ તમારી રાહ જોઈ રહી છે. નોકરીમાં પણ સારા સમાચાર મળશે. આ દરમિયાન તમારી સામાજિક સ્થિતિ અને પ્રતિષ્ઠામાં પણ પોઝિટીવ વધારો થશે.
ધન રાશિ
27 નવેમ્બરના રોજ બુધ ધન રાશિમાં ગોચર કરશે તો ધન રાશિના લોકોને કરિયરમાં નવી સફળતાઓ મળી શકે છે. વેપાર ધંધામાં લાભ થશે. કરિયરમાં ઉન્નતિના યોગ છે. ભાગ્યનો સાથ મળશે. તમારા પસંદ કરેલા માર્ગો પર સફળતા તમારી રાહ જોઈ રહી છે. આ ઉપરાંત નવી જવાબદારીઓ અને નવી ભૂમિકાઓ તમારી સામે આવી શકે છે. તમારી પ્રોફેશનલ લાઈફમાં સકારાત્મક વધારાના સંકેત જોવા મળશે.
આ પણ વાંચોઃ શું તમે જાણો છો Amazon ઉપર 90% કરતા પણ વધુ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે?