અમદાવાદઃ (Ahmedabad)અમદાવાદમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચમાં મોદી સ્ટેડિયમમાં લાખો દર્શકો ઉમટ્યા હતાં. (Metro train)આ દરમિયાન પબ્લિક ટ્રાન્સપોર્ટ તરીકે અમદાવાદની AMTS અને BRTS સહિત મેટ્રો ટ્રેન દર્શકો માટે પ્રથમ પસંદગી બની હતી. (World Cup cricket match) ખાનગી વાહનો માટે પાર્કિંગ માટે વ્યવસ્થા કરાઈ હોવા છતાં લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કર્યો હતો. લોકોએ વાહનને સ્ટેડિયમ તરફ લઈ જવાને બદલે મેટ્રો ટ્રેનનો ઉપયોગ વધુ કર્યો હતો.અમદાવાદમાં રમાયેલ 5 મેચ દરમિયાન મેટ્રોમાં કુલ 4,81,779 લોકોએ મુસાફરી કરી. જેના કારણે મેટ્રોને રુપિયા 82,97,798 જેટલી આવક થઈ. જેમાં સૌથી વધુ 14 ઓક્ટોબરે રમાયેલી ભારત અને પાકિસ્તાન મેચ મેટ્રોને વધુ ફળી હતી.
ભારત અને પાકિસ્તાન મેચ મેટ્રોને વધુ ફળી
અમદાવાદમાં પાંચમી ઓક્ટૉબરે રમાયેલી પ્રથમ મેચ દરમિયાન 93,742 લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી. જેના કારણે મેટ્રોને 13,73,634 રૂપિયાની આવક થઈ હતી. જ્યારે 14મી ઓક્ટોબરે રમાયેલી મેચ દરમિયાન 1,12,594 લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી જેથી મેટ્રોને 20,27,167 રૂપિયાની આવક થઈ હતી. એજ પ્રમાણે 4 નવેમ્બરે 1,01,996 લોકોએ મુસાફરી કરતાં 16,56,502 આવક થઈ હતી,10 નવેમ્બરે 66,488 લોકોએ મુસાફરી કરતા 9,02,288 રૂપિયાની આવક થઈ હતી. 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઇનલ મેચના દિવસે 106959 લોકોએ મુસાફરી મેટ્રોને 2338207 ની આવક થઈ હતી.
અમદાવાદ એરપોર્ટે પણ રેકોર્ડ નોંધાવ્યો
અમદાવાદમાં રમાયેલી ફાઈનલ મેચ દરમિયાન એરપોર્ટ પર પણ વધારે ટ્રાફિક જોવા મળ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર 19 નવેમ્બરે ફાઇનલ મેચ દરમિયાન એરપોર્ટ પર એક જ દિવસમાં 40,801 મુસાફરો નોંધાયા હતાં. એરપોર્ટ પર 260થી વધુ શિડ્યુલ્ડ અને 99 નોન-શિડ્યુલ્ડ એમ કુલ 359 એર ટ્રાફિક મૂવમેન્ટ્સ (ATM)નો રેકોર્ડ સર્જાયો છે. જેમાં એરપોર્ટ પરથી મુસાફરી કરનારાઓમાં 40,801 મુસાફરોમાં 33642 જેટલા સ્થાનિક અને 7159 આંતરરાષ્ટ્રીય કક્ષાના મુસાફરોનો સમાવેશ થાય છે. અગાઉ 18 નવેમ્બરે SVPI એરપોર્ટ પર બીજી સૌથી વધુ મુસાફરોની અવર જવર જોવા મળી હતી. જ્યારે એરપોર્ટે પર 273 ફ્લાઇટ મૂવમેન્ટમાં 38723 મુસાફરોએ મુસાફરી કરી હતી. તો 19 ફેબ્રુઆરીના રોજ 268 ફ્લાઇટ શિડયુલ સાથે 37,793 મુસાફરોનીત્રીજી સૌથી વધુ મુવમેન્ટ જોવા મળી હતી.
આ પણ વાંચોઃ વર્લ્ડ કપ ફાઈનલના દિવસે એરપોર્ટ પર 40 હજાર મુસાફરો નોંધાયા, જાણો વિદેશથી કેટલા આવ્યા