ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને ભાજપના નેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી, કાર્યકરોએ મામલો થાળે પાડ્યો
રાધનપુરઃ (Radhanpur)દિવાળી બાદ ઉત્તર ગુજરાતમાં રાધનપુર ખાતે ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. (Bjp)આ કાર્યક્રમ બાદ રાધનપુર સક્રિટ હાઉસમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહેમાનો માટે ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. (bjp mla lavingji thakor)સક્રિટ હાઉસ ખાતે મહેમાનો અને નેતાઓ ઉપસ્થિત હતાં તે દરમિયાન ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને પૂર્વ તાલુકા સદસ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મામલો વધારે બીચકે નહીં તે માટે કાર્યકરોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.
ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉગ્ર બોલાચાલી
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાધનપુરમાં આયોજિત ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા અને તાલુકાના મોટા નેતાઓ તેમજ પ્રદેશ મહામંત્રી રજની પટેલ પણ હાજર રહ્યાં હતાં. સક્રિટ હાઉસમાં કાર્યક્રમમાં આવેલા મહેમાનો માટે ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ પૂર્વ તાલુકા સદસ્ય જ્યંતીજી ઠાકોર વચ્ચે કોઈ કારણસર ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટનાનો વીડિયો થોડીવારમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. આ દરમિયાન ભાજપના કાર્યકરોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનાને જોતાં ભાજપમાં આંતરિક વિવાદ અંગેના સવાલો ચર્ચાતા થયાં છે.