રસોડામાં આ વસ્તુઓ ઢોળાય તો અશુભ? જાણો કોણ છે નારાજ
- વાસ્તુ અનુસાર રસોડામાં કામ કરતી વખતે કંઈક ને કંઈક ઢોળાતું રહેતું હોય છે, પરંતુ શું તમે જાણો છો કે રસોડામાં કેટલીક વસ્તુઓ ઢોળાવી કે પડવી અશુભ માનવામાં આવે છે?
હંમેશા ઉતાવળમાં કામ કરતી વખતે વધારે નુકશાન થતું હોય છે. ક્યારેક જરૂરી સામાન પડી જાય છે તો ક્યારેક કંઈક ઢોળાઈ જાય છે. આ બધી બાબતો આપણને ભલે સામાન્ય લાગતી હોય, પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં એવી વસ્તુઓનું પડવું કે ઢોળાવું અશુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આ વસ્તુઓનું પડવું ભવિષ્યમાં થનારી કેટલીક ઘટનાઓ અંગે સંકેત આપે છે. જાણો વાસ્તુ શાસ્ત્રમાં કઈ વસ્તુઓ પડવાનું અશુભ માનવામાં આવે છે.
રસોડામાં આ વસ્તુઓ ઢોળાવી અશુભ
મીઠું
દરેક રસોઈમાં મીઠાનો ઉપયોગ થાય છે. મીઠું ઢોળાવું અશુભ કહેવામાં આવે છે. મીઠા વગર તો કોઈ ખાવામાં સ્વાદ પણ આવતો નથી. વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે કે મીઠાનો સંબંધ માત્ર સ્વાદ સાથે નથી, પરંતુ તમારા સૌભાગ્ય સાથે પણ છે. શાસ્ત્રો અનુસાર મીઠુ ચંદ્ર અને શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. આવા સંજોગોમાં જો રસોડામાં મીઠું ઢોળાય છે તો તે અશુભ સંકેત આપે છે. ભવિષ્યમાં આવનારી પરેશાની તરફ ઈશારો કરે છે.
દૂધ
શાસ્ત્રો અનુસાર દૂધનો સંબંધ ચંદ્ર ગ્રહ સાથે માનવામાં આવે છે. એવી માન્યતા છે કે દૂધનો ગ્લાસ હાથમાંથી છુટી જાય અથવા તો ગેસ પર ગરમ થતી વખતે દૂધ ઉભરાઈ જાય તે અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર દૂધ ઢોળાવું કુંડળીમાં ચંદ્ર ગ્રહના નબળા હોવા તરફ ઈશારો કરે છે. જેનો ચંદ્ર નબળો હોય તેની સાથે દૂધ ઉભરાવા કે ઢોળાવાની ઘટના વધુ બને છે.
સરસિયાનું તેલ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર કોઈ વ્યક્તિના હાથમાંથી સરસિયાનું તેલ પડી જાય છે, તો તેનો અર્થ એ છે કે શનિદેવ તમારાથી નારાજ છે. એવી માન્યતા છે કે સરસવનું તેલ ઢોળાવાથી શનિ ગ્રહ સંબંધિત અનેક સમસ્યાઓ થઈ શકે છે. આ સાથે જાતકને ધનહાનિ પણ થઈ શકે છે.
જમવાનું ઢોળાવું
વાસ્તુ અનુસાર જો કોઈ વ્યક્તિ ખાવાનું પીરસી રહી હોય અને તે વખતે હાથમાંથી જમવાનું પડી જાય છે તો એવું કહેવાય છે કે મા અન્નપુર્ણા અને મા લક્ષ્મી તમારાથી નારાજ છે. આ વસ્તુ ઘરમાં દરિદ્રતા તરફ ઈશારો કરે છે.
આ પણ વાંચોઃ ક્યારે છે દેવઉઠી એકાદશી? હિંદુ ધર્મમાં શું છે મહત્ત્વ?