ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાતના ચાર સહિત 6 જજની ટ્રાન્સફર ન કરવા બદલ સુપ્રીમ કોર્ટ કેન્દ્રથી નારાજ

Text To Speech

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે ફરી એકવાર ભારત સરકાર સામે અમુક ન્યાયાધીશોના ટ્રાન્સફરને મંજૂરી ન આપવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી, જેમાંના મોટાભાગના ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) માંથી હતા. જસ્ટિસ સંજય કિશન કૌલ (Justice Sanjay Kishan Kaul) અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની ખંડપીઠે ધ્યાન દોર્યું હતું કે 11 ભલામણોમાંથી કેન્દ્ર સરકારે પાંચ જજોના ટ્રાન્સફરની સૂચના આપી હતી. જો કે, તેમણે ગુજરાત હાઈકોર્ટના ચાર, દિલ્હી હાઈકોર્ટમાંથી એક અને અલ્હાબાદ હાઈકોર્ટના એક સહિત અન્ય છ જજોની બદલીને મંજૂરી આપી ન હતી.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે ગુજરાત હાઈકોર્ટના ચાર સહિત છ જજોની બદલી ન કરીને તે શું સંકેત આપવા માગે છે. જવાબમાં એટર્ની જનરલ આર વેંકટરામાણી (Attorney General R Venkataramani)એ કહ્યું, ચૂંટણી અને મારી પોતાની સ્થિતિને કારણે તેમાં વિલંબ થયો છે. જો કે, કોર્ટે વિલંબ રાખ્યા વિના આ અંગે વહેલી તકે નિર્ણય લેવા જણાવ્યું છે. આ સુનાવણી 2021ના ચુકાદામાં નિર્ધારિત સમયરેખાનું પાલન ન કરવા બદલ કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય સામે તિરસ્કારની કાર્યવાહી કરવાની માગ કરાઈ હતી.

સુનાવણીમાં બેન્ચે કોલેજિયમની ભલામણોને ‘અલગ રાખવાની’ કેન્દ્રની પ્રથાની નિંદા કરી હતી, જેનાં પરિણામે ન્યાયિક નોમિનીઓની વરિષ્ઠતાને ખલેલ પહોંચી હતી. કોર્ટે કહ્યું કે ન્યાયાધીશોની નિમણૂક માટે કોલેજિયમની દરખાસ્તોમાંથી નામો પસંદ કરીને સ્વીકારવામાં કેન્દ્ર સરકાર દ્વારા અપનાવવામાં આવેલા ‘પિક એન્ડ ચુસ’ (‘Pick and Choose’) અભિગમને રોકવો જોઈએ. તેમણે હાઈકોર્ટના ન્યાયાધીશોના ટ્રાન્સફર માટે કોલેજિયમ દ્વારા કરવામાં આવેલી કેટલીક દરખાસ્તો પેન્ડિંગ હોવા અંગે ભારતના એટર્ની જનરલ આર વેંકટરામાણીને તેની ચિંતાઓ પણ જણાવી હતી.

આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણી : 5 રાજ્યોમાં 1,760 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ, રોકડ, દારૂ જપ્ત

Back to top button