વિશાખાપટ્ટનમમાં માછીમારીના બંદર પર લાગી ભીષણ આગ, 40 બોટ બળીને રાખ
- આગ પહેલા એક બોટથી શરૂ થઈ અને આખરે 40 બોટમાં ફેલાઈ ગઈ
- ફાયર ફાયટરોની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો
- આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ
આંધ્ર પ્રદેશઃ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ માછીમારીના બંદર પર ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં આ આગ પહેલા એક બોટથી શરૂ થઈ અને આખરે 40 બોટમાં ફેલાઈ ગઈ હતી. આગ લાગ્યાની જાણ થતાં ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ રહેલું છે. ઘટનાને પગલે પોલીસે કેસ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
#WATCH | Andhra Pradesh: A massive fire broke out in Visakhapatnam fishing harbour. The fire that started with the first boat eventually spread to 40 boats. Several fire tenders reached the spot to control the fire. Police have registered a case and are investigating the matter.… pic.twitter.com/1ZYgiWInOz
— ANI (@ANI) November 20, 2023
મળતી માહિતી મુજબ, આ ચોંકાવનારી ઘટનામાં અંદાજિત 30 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. માછીમારોને આશંકા છે કે, કેટલાક ગુનેગારોએ બોટને આગ લગાડી છે. બોટમાં કોઈ પાર્ટી દ્વારા આગ લગાડવામાં આવી હોવાની પણ શંકા છે. કેટલીક બોટોમાં આગ ઇંધણના ટેન્ક સુધી પહોંચી જતાં બ્લાસ્ટ થયો હતો. જેથી આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
#WATCH आंध्र प्रदेश: ADG विशाखापट्टनम रवि शंकर ने बताया, “सभी नावें किनारे पर खड़ी थीं। कुछ लड़कों की मौजूदगी में एक नांव में आग लग गई। संभावना है कि वे पार्टी कर रहे थे। सौभाग्य से अन्य नाविकों ने नांव को समुद्र में छोड़ दिया। जिस जहाज में आग लगी थी, उसमें डीजल और गैस सिलेंडर का… https://t.co/cwozh03YhB pic.twitter.com/82gW20tbre
— ANI_HindiNews (@AHindinews) November 20, 2023
ઘટના વિશે પોલીસ DCP આનંદ રેડ્ડીએ શું જણાવ્યું ?
ઘટનાને લઈને પોલીસના DCP આનંદ રેડ્ડીએ જણાવ્યું હતું કે, “વિશાખાપટ્ટનમ માછીમારી બંદર પર એક બોટમાં આગ ફાટી નીકળી હતી અને પછી મધરાતે ધીમે-ધીમે આ આગ લગભગ 35 ફાઈબર-મિકેનાઈઝ્ડ બોટમાં ફેલાઈ ગઈ હતી. પોલીસ અને ફાયરની ટીમોએ તાત્કાલિક જવાબ આપ્યો હતો. જેથી આગ કાબુમાં આવી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.
The fire broke out on a boat at Vishakhapatnam fishing harbour and then spread to nearly 35 fibre-mechanised boats at midnight. Police and fire teams responded immediately. The fire was brought under control. Cause of the fire is yet to be ascertained. No casualties or injuries… pic.twitter.com/HrJzkTbKrF
— ANI (@ANI) November 20, 2023
આ પણ વાંચો : આંધ્રપ્રદેશ ક્રિકેટ એસોસિએશન 13 જિલ્લા મુખ્યાલયમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચનું કરશે સ્ક્રીનિંગ