અમદાવાદગુજરાતટોપ ન્યૂઝવર્લ્ડ કપસ્પોર્ટસ

ભારતની ટીમ 240માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયાને જીતવા 241 રનનો ટાર્ગેટ

Text To Speech

અમદાવાદઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમ 240 રનમાં ઓલ આઉટ થઈ ગઈ છે અને ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમ સતત દસ મેચ જીતીને ફાઈનલ મેચમાં પ્રવેશી છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ સતત આઠ મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતીય ટીમને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.

રોહિત શર્માએ 47 અને વિરાટ કોહલીએ 54 રન કર્યા
ભારતે બેટિંગ કરતાં શરૂઆતમાં જ શુભમન ગીલની વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઈનિંગ સંભાળી હતી. આ દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ આઉટ થઈ ગયાં હતાં. રોહિત શર્માએ 47 અને વિરાટ કોહલીએ 54 રન કર્યા હતાં. શ્રેયશ ઐયર પણ ચાર રને સસ્તામા આઉટ થઈ ગયો હતો.

ઓસ્ટ્રેલિયાને જીતવા 241 રનનો ટાર્ગેટ આપ્યો
આ દરમિયાન કે એલ રાહુલ અને વિરાટ કોહલીએ ઈનિંગ સંભાળી અને કોહલી આઉટ થઈ જતાં સમગ્ર સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો. રવિન્દ્ર જાડેજા રમવા આવ્યા હતાં. તેમણે કે એલ રાહુલ સાથે ઈનિંગ સંભાળી હતી પણ તેઓ પણ થોડા સમયમાં આઉટ થઈને પેવેલિયન ભેગા થઈ ગયા હતાં. ત્યાર બાદ સૂર્યકુમાર યાદવ અને કે એલ રાહુલ આગળ વધ્યા હતાં. જ્યાં કે એલ રાહુલે 66 રન બનાવ્યા હતાં અને આઉટ થઈ જતાં દર્શકોમાં ભારે નિરાશા સાંપડી હતી. આખરે છેલ્લે ભારતે 240 રન બનાવીને ઓસ્ટ્રેલિયાને જીતવા 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

Back to top button