ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા ફાઈનલ મેચ કેમ નથી જોઈ રહ્યા? જણાવ્યું કારણ
- આનંદ મહિન્દ્રાએ જણાવ્યું કે તે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ નથી જોઈ રહ્યા
- સાથે જ ક્રિકેટ પ્રત્યેનો પોતાનો જુસ્સો પણ વ્યક્ત કર્યો હતો
- જ્યાં સુધી કોઈ દરવાજો ખખડાવીને મને જણાવશે નહિ કે આપણે જીતી ગયા છે ત્યાં સુધી બંધ રૂમમાં મારી જાતને કેદ કરીશ- આનંદ મહિન્દ્રા
IND Vs AUS વર્લ્ડ કપ 2023 ફાઈનલ: ભારતીય ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા આજે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ICC ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ જોઈ રહ્યાં નથી. તેમણે પોતે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે, અને તેમ કરવાનું કારણ પણ જણાવ્યું છે.
આનંદ મહિન્દ્રાએ એક્સ પર એક પોસ્ટ કરી છે. જેમાં વાદળી ટીશર્ટની તસવીરો શેર કરી છે. પોસ્ટમાં લખ્યું છે કે, ના ના હું મેચ જોવાનું આયોજન નથી કરી રહ્યો (રાષ્ટ્ર પ્રતિ મારી સેવામાં છું) . પરંતુ હું હકીકતમાં આ ટીશર્ટ પહેરીશ અને એક બંધ રૂમમાં મારી જાતને કેદ કરીશ. બહારની દુનિયા સાથે મારો કોઈ જ સંપર્ક નહી હોય, જ્યાં સુધી કોઈ દરવાજો ખખડાવીને મને જણાવશે નહિ કે આપણે જીતી ગયા છે.
No, no, I am not planning to watch the match (my service to the nation 🙂) But I will, indeed, be wearing this jersey and installing myself in a hermetically sealed chamber with no contact with the outside world until someone knocks and tells me we’ve won… pic.twitter.com/HhMENqORp1
— anand mahindra (@anandmahindra) November 19, 2023
ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જ્યાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ટીમ ઈન્ડિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું.
વડાપ્રધાન મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ એક્સ પર લખ્યું, ટીમ ઈન્ડિયાને શુભકામનાઓ. 140 કરોડ ભારતીયો તમને ઉત્સાહિત કરી રહ્યા છે. તેમણે કહ્યું, તમે તેજસ્વી છો, સારું રમો અને ખેલદિલીની ભાવના જાળવી રાખો. નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના નાયબ વડા પ્રધાન રિચર્ડ માર્લ્સ ફાઇનલ મેચ નિહાળશે.
આ પણ વાંચો, IND VS AUS ફાઇનલ : પેલેસ્ટાઇનના સમર્થકે મેદાનમાં જઈ કોહલીને ગળે લગાવવાનો કર્યો પ્રયાસ