ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ભારતે ગાઝા પટ્ટીમાં 38 ટન માનવતાવાદી રાહત સામગ્રી મોકલી

Text To Speech

ગાઝિયાબાદ (ઉત્તર પ્રદેશ), 19 નવેમ્બર: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગાઝામાં ફસાયેલા નાગરિકો માટે 32 ટન સહાય સામગ્રી લઈને ભારતીય વાયુસેના (IAF)નું બીજું C17 વિમાન રવિવારે ઇજિપ્તના અલ-આરિશ એરપોર્ટ માટે રવાના થયું. વિદેશ મંત્રી એસ જયશંકરે ગાઝાને માનવતાવાદી સહાયતા  મોકલવાની માહિતી X પ્લેટફોર્મ પર આપી હતી. તેમણે કહ્યું કે, અમે પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાય આપવાનું ચાલુ રાખીશું.

અલ-આરિશ એરપોર્ટ ગાઝા પટ્ટી સાથે ઇજિપ્તની સરહદ પર રફાહ ક્રોસિંગથી લગભગ 45 કિલોમીટર દૂર છે. રફાહ હાલમાં ગાઝામાં માનવતાવાદી સહાય માટે એકમાત્ર ક્રોસિંગ પોઇન્ટ છે. જો કે તેને માત્ર રાહત સામગ્રી માટે જ ખોલવામાં આવ્યું છે. આ માટે ભારત ઇજિપ્તના માર્ગે ગાઝા સુધી માનવીય સહાય પહોંચાડશે.

અગાઉ, ભારતે ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી દળો દ્વારા ચાલી રહેલા જમીની હુમલામાં ફસાયેલા નાગરિકો માટે 38 ટન માનવતાવાદી રાહત મોકલી હતી.  અંદાજે 32 ટન વજન ધરાવતી, આપત્તિ રાહત સામગ્રીમાં તંબુ, સ્લીપિંગ બેગ, તાડપત્રી, સ્વચ્છતાના સાધનો અને પાણી શુદ્ધિકરણની ગોળીઓ સહિત અન્ય વસ્તુઓ મોકલવામાં આવી હતી.

પીએમ મોદીએ સામાન્ય લોકો પર થતા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી 

બે દિવસ પહેલા 17 નવેમ્બરે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં મીડિયાને સંબોધિત કરતાં પીએમ મોદીએ ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલની કાર્યવાહી દરમિયાન નાગરિકોના જાનહાનિ પર ચિંતા વ્યક્ત કરી હતી. માનવીય જાનહાનિની સખત નિંદા કરતા તેમણે કહ્યું કે ગાઝા પટ્ટીમાં સૈન્ય કાર્યવાહીમાં નાગરિકોનાં મૃત્યુ નિંદનીય છે. અલ જઝીરાના અહેવાલ મુજબ ગાઝા પટ્ટીમાં સૈન્ય કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ઇઝરાયેલમાં હમાસના હુમલા બાદ લગભગ 1400 લોકોનાં મૃત્યુ થયાં છે.

આ પણ વાંચો: ગાઝા પટ્ટીમાં સહાય મોકલવાનું ચાલુ રાખશે: UNમાં ભારતીય પ્રતિનિધિ

Back to top button