WORLD CUP 2023 Final: આજે વર્લ્ડ કપ 2023ની ફાયનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો છે, અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા ટીમના ખેલાડીઓ:
ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (C), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (W), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ (W), મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (C), એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ
PM મોદીએ ટ્વિટ કરી જીતની શુભેચ્છા પાઠવી
All the best Team India!
140 crore Indians are cheering for you.
May you shine bright, play well and uphold the spirit of sportsmanship. https://t.co/NfQDT5ygxk
— Narendra Modi (@narendramodi) November 19, 2023
પિચ રિપોર્ટ:
- આ પિચ પર બેટિંગ સરળ રહેશે…
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ પર બેટિંગ સરળ છે, એટલે કે બેટ્સમેન સરળતાથી રન બનાવી શકશે, પરંતુ આ પિચ સ્પિનરો માટે પણ એટલીજ મદદ રુપ થાય છે, જેટલી બેટ્સમેનોને થાય છે. આ પિચ પર ODI મેચોમાં બેટ્સમેનો અંદાજે 5 રન પ્રતિ ઓવર બનાવે છે. જોકે, આ વર્ષે આઈપીએલમાં આ આંકડો બદલાયો હતો, બેટ્સમેનોએ IPLમાં ઘણા રન બનાવ્યા હતા. આ મેદાન પર ઘણી હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી હતી.
અજેય જીત પુનરાવર્તન કે પરિવર્તન?#Ahmedabad #AhmedabadAirportAdvisory #Australia #CricketWorldCup #WorldcupFinal #IndiaVsAustralia #INDvsAUSfinal #sports #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/p7ERl2ROUX
— Hum Dekhenge News (@humdekhengenews) November 19, 2023
ભારતે ઓસ્ટ્રેલિયાને ODIમાં ત્રણ વખત અને T20 નોકઆઉટમાં એકવાર હરાવ્યું છે
ICC નોકઆઉટ મેચોમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરવો કોઈપણ ટીમ માટે સરળ નથી. જોકે, ICCની વિવિધ ઈવેન્ટની નોકઆઉટ મેચોમાં ભારતે ચાર વખત કાંગારૂ ટીમને હરાવ્યું છે. 1998માં જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો ત્યારે ટીમ ઈન્ડિયાએ 44 રને મેચ જીતી હતી. આ પછી બીજી વખત ભારતે ICC નોકઆઉટમાં 2000માં ચેમ્પિયન્સ ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું.
2007 T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતીય ટીમનો સામનો મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમ સામે થયો હતો. આ મેચમાં યુવરાજ સિંહે શાનદાર ઇનિંગ રમી હતી, જેના કારણે ભારતીય ટીમે મેચ જીતી લીધી હતી અને ફાઇનલમાં પણ જગ્યા બનાવી લીધી હતી. છેલ્લી વખત ભારતે ICC નોકઆઉટમાં ઓસ્ટ્રેલિયાને 2011 વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં અમદાવાદના આ જ મેદાન પર 5 વિકેટે હરાવ્યું હતું.
બધાની નજર રોહિત અને કોહલી પર ટકેલી
ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપની ફાઇનલમાં ભારતીય ટીમના બે મુખ્ય ખેલાડીઓ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રદર્શન પર તમામની નજર ટકેલી છે. અત્યાર સુધી બંને ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં કોહલીએ 700થી વધુ રન બનાવ્યા છે જ્યારે રોહિતે પણ 500થી વધુ રન બનાવ્યા છે.
આ પણ વાંચો: શું તમે જાણો છો ’83 અને ’11માં વર્લ્ડકપ વિજેતા ટીમ ઈન્ડિયાને ઈનામમાં કેટલી રકમ મળી હતી ?