અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમધ્ય ગુજરાતમનોરંજનવર્લ્ડ કપસ્પોર્ટસ

IND vs AUS Final Match : PM મોદી સાંજે અમદાવાદ આવશે, એસ્કોર્ટ કાફલો એરપોર્ટ પહોંચ્યો

Text To Speech
  • બંને ટીમ સ્ટેડિયમ પહોંચી
  • દર્શકોને એન્ટ્રી આપવાની શરુઆત થઈ ગઈ છે
  • ભીડ વધતા પોલીસના વાહનો પણ ફસાયા

અમદાવાદ: આજે અમદાવાદમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો સ્ટેડિયમમાં પહોંચી ગઈ છે. 2 વાગે મેચ શરૂ થવાની છે પણ અત્યારથી જ સ્ટેડિયમની બહાર દર્શકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભારે ભીડના કારણે પોલીસના વાહનો પણ ફસાયા છે. આજે સાંજે વડાપ્રધાન મોદી મેચ જોવા અમદાવાદ આવશે. તે પહેલા તેમનો એસ્કોર્ટ કાફલો એરપોર્ટ પહોંચી ગયો છે.

ભારતીય ક્રિકેટ ટીમ હોટલથી નરેન્દ્ર સ્ટેડિયમ પહોંચી ગઈ છે. હાલ દર્શકોને એન્ટ્રી આપવાની શરુઆત થઈ ગઈ છે. ફાઈનલ મેચને લઈને ક્રિકેટ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જ્યા સુધી નજર પહોંચે ત્યાં સુધી ભારતીય ટીમની ટીશર્ટ પહેરેલા લોકો જ જોવા મળે છે. સ્ટેડિયમમાં મોબાઈલ, પર્સ સિવાય તમામ વસ્તુ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.

ભારતે આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમે સતત 10 મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયા વનડે વર્લ્ડ કપમાં પાંચ વખત ચેમ્પિયન બન્યું છે જ્યારે ભારત બે વખત ચેમ્પિયન બન્યું છે.આજે દેશ-વિદેશમાં વસતા કરોડો ક્રિકેટ પ્રેમીઓમાં રોમાંચક ફાઈનલ મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.દેશ -વિદેશથી હજારોની સંખ્યામાં લોકો અમદાવાદમાં મેચ જોવા આવી પહોંચ્યા છે. હોટલો હાઉસફુલ થઈ ગઈ હોવાથી કેટલાક ક્રિકેટ ચાહકો હૈદરાબાદ અને બેંગ્લોર જેવા દુરના શહેરોમાંથી કાર ડ્રાઈવ કરીને અમદાવાદ પહોંચ્યા છે. આ ઉપરાંત મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનથી સ્પેશિયલ વંદે ભારત ટ્રેન અમદાવાદ આવવા માટે રવાના થઈ છે.

ટ્રાફિક વ્યવસ્થા અંગે ટ્રાફિક ACP નરેન્દ્ર ચૌધરી કહ્યું હતું કે ટ્રાફિક માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં 17 પાર્કિંગ પ્લોટ અને 6 VIP પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત અમારી પાસે 1600 પોલીસ કર્મચારીઓ ફરજ પર છે. તેમણે વધુમાં કહ્યું હતું કે દરેક જગ્યાએ સાઈન બોર્ડ રાખવામાં આવ્યા છે કે વાહન ક્યાં પાર્ક કરવું અને દરવાજા ક્યાં છે.

આ પણ વાંચો, વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા રાજનેતાઓએ આપી શુભકામનાઓ

Back to top button