અમદાવાદના આ વિસ્તારમાં VVIPની સુગમતા માટે આઈકોનિક રોડ બનાવાશે
- આ રોડની બંન્ને સાઈડ 30 મીટરની ફૂટપાથ બનાવાશે
- હયાત રોડને વધુ પહોળો કરીને 90 મીટર પહોળો બનાવાશે
- આઈકોનિક રોડ પર થીમ આધારિત લેન્ડસ્કેપ અને બ્યૂટિફિકેશન અને પ્લાન્ટેશન કરાશે
અમદાવાદમાં VVIPની સુગમતા માટે આઈકોનિક રોડ બનાવાશે. જેમાં VVIPની સુગમતા માટે એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી આઈકોનિક રોડ બનાવાશે. એરપોર્ટ સર્કલથી બ્રિજ સુધીનો હયાત રોડ પહોળો કરાશે. ફૂડ કિઓસ્ક્, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, વેન્ડિંગ ઝોન, BRTની સુવિધા મળશે.
આ પણ વાંચો: અમદાવાદ: વર્લ્ડ કપની ફાઇનલમાં ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ કરશે તો જીતશે, જાણો કેમ
હયાત રોડને વધુ પહોળો કરીને 90 મીટર પહોળો બનાવાશે
ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધી 2.4 મી.ની ફુટપાથ બનાવાશે. AMC દ્વારા અમદાવાદ એરપોર્ટથી ઈંદિરાબ્રિજ સર્કલ સુધીના VIP રોડને આઈકોનિકલ રોડ તરીકે ડેવલપર કરવામાં આવશે અને આ હેતુસર હયાત રોડને વધુ પહોળો કરીને 90 મીટર પહોળો બનાવાશે. આ રોડ પર ફુડ કિઓસ્ક્, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, અને વેન્ડિંગ ઝોન ઉભા કરાશે, BRTની સુવિધા તેમજ નાગરિકોને બેસવા માટે પબ્લિક સીટિંગ અને સ્ટ્રીટ ફર્નિચરની સુવિધા ઉભી કરાશે.
આ રોડની બંન્ને સાઈડ 30 મીટરની ફૂટપાથ બનાવાશે
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, લગભગ 3.25 કિ.મી. લંબાઈ ધરાવતા આ રોડની બંન્ને સાઈડ 30 મીટરની ફૂટપાથ બનાવાશે અને રોડની મેઈન કેરેજવે પહોળાઈ બંન્ને સાઈડ 9.9 મીટરની હશે. ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધી 2.4 મી.ની અને એરપોર્ટથી શાહીબાગ ડફનાળા સુધી 1.8 મી.ની ફુટપાથ બનાવાશે. આઈકોનિક રોડ પર થીમ આધારિત લેન્ડસ્કેપ અને બ્યૂટિફિકેશન અને પ્લાન્ટેશન કરાશે.
આ પણ વાંચો: ગુજરાતના ગિરનાર પરના અંબાજી-દત્તાત્રેયના મંદિર નજીક આ વસ્તુઓ પર પ્રતિબંધ
પાલડીથી દાંડી સર્કલને ‘ગૌરવ પથ’ તરીકે ડેવલપ કરાશે
AMC દ્વારા અંદાજે રૂ. 33.57 કરોના ખર્ચે પાલડી ચાર રસ્તાથી દાંડી કૂચ સર્કલ સુધીના 5.11 કિ.મી.ના આશ્રમ રોડની કાયાપલટ કરવામાં આવશે. મ્યુનિ. દ્વારા શહેરના આશ્રમ રોડને હેરિટેજ થીમ, ગાંધીજીના પગલાંની છાપ વગેરે થીમ આધારિત રોડ બનાવીને ગૌરવ પથ તરીકે વિકસાવવામાં આવશે. લગભગ 5.11 કિ.મી.ના આશ્રમ રોડને 4 ભાગમાં વહેંચીને ડેવલપ કરાશે. ગૌરવ પથ પર બંન્ને સાઈડ 3 મી.ની ફુટપાથ, 150 મી.મી.નો વોકવે, સ્ટ્રીટ ફર્નિચર, વગેરે સુવિધા ઉભી કરાશે.