ધનમાં વધારો કરવા માટે ઘરમાં લાવો આ મૂર્તિઓઃ પૈસાની સમસ્યા થશે દૂર
- વાસ્તુ અનુસાર કામધેનુ, હંસની જોડી, માછલી અને દેવી-દેવતાઓ સહિત અનેક મૂર્તિઓ એવી છે જેને ઘરમાં રાખવુ શુભ ગણાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે.
વાસ્તુ અનુસાર ઘરની સજાવટ કરવામાં આવે તો સકારાત્મક ઉર્જામાં વૃદ્ધિ થાય છે. આ માટે દેવી-દેવતાઓની મૂર્તિ સાથે બીજી પણ કેટલીક મુર્તિઓને રાખવાનું શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ મૂર્તિઓ ઘરની સુંદરતા વધારવાની સાથે પરિવારના સભ્યોની કિસ્મત પણ ચમકાવે છે. જો તમારા ઘરમાં ગૃહકલેશની સ્થિતિ થતી હોય અથવા તમારે ધનનું નુકશાન સહન કરવુ પડતું હોય તો તેમાંથી કોઈ એક મૂર્તિ તમે વાસ્તુના નિયમો અનુસરીને તમારા ઘરમાં રાખી શકો છો. જાણો વાસ્તુ અનુસાર કઈ મૂર્તિઓ ઘરમાં રાખવાથી તમામ કષ્ટોથી છુટકારો મળે છે.
કાચબો
વાસ્તુ અનુસાર ઘરના ડ્રોઈંગ રૂમમાં ઉત્તર કે પૂર્વ દિશામાં ધાતુનો કાચબો રાખવો શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તેનાથી ધનની આવક વધે છે અને સફળતાના માર્ગમાં આવતી બાધાઓ દૂર થાય છે. વ્યક્તિએ કદી ધનની તંગીનો સામનો કરવો પડતો નથી.
કામધેનુ ગાય
હિંદુ ધર્મમાં ગાય ખૂબ પૂજનીય છે. વાસ્તુ મુજબ ઘરમાં પીતળની ગાયની તેના વાછરડા સાથે પૂજા કરવામાં આવે તો નેગેટિવિટી દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે તેમજ ખુશહાલી આવે છે.
માછલી
વાસ્તુ અનુસાર ઘરમાં ધાતુની માછલી રાખવી શુભ માનવામાં આવે છે. તેનાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. ધન-દોલતમાં વૃદ્ધિ માટે તમે પિતળ કે ચાંદીની માછલીની મૂર્તિ તમારા ઘરમાં રાખી શકો છો.
હંસની જોડી
વાસ્તુ અનુસાર ઘરમાં હંસની જોડીની મૂર્તિ રાખવાથી ધનમાં બરકતના યોગ બને છે. લગ્ન જીવનમાં ખુશહાલી આવે છે. મેરિડ લાઈફમાં તકલીફો આવતી હોય તો તમે બેડરૂમમાં પણ હંસની જોડી રાખી શકો છો.
હાથી
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં પીતળ કે ચાંદીના હાથીની મૂર્તિ રાખવી શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં ઘન અને ઐશ્વર્ય વધે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
આ પણ વાંચોઃ શનિ કૃપાથી આ ત્રણ રાશિઓ પર 2025 સુધી પૈસાનો વરસાદ