ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મરાઠા અનામત: જાલનામાં 14 વર્ષની છોકરીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • મહારાષ્ટ્રમાં એક અઠવાડિયામાં આત્મહત્યાનો આ બીજો કિસ્સો છે.
  • થોડા દિવસો પહેલા નાંદેડમાં 23 વર્ષીય યુવકે ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી.
  • મરાઠા અનામતની માંગને લઈને અત્યાર સુધીમાં ડઝનબંધ યુવાનોએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે.

મહારાષ્ટ્ર: મરાઠા અનામતની માંગ માટે યુવાનો સતત પોતાના જીવનું બલિદાન આપી રહ્યા છે. કેટલાક ઝેર પી રહ્યા છે તો કેટલાક ફાંસી લગાવીને આત્મહત્યા કરી રહ્યા છે.   મહારાષ્ટ્રના જાલનામાં  એક 14 વર્ષની છોકરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તેણે સુસાઈડ નોટમાં મરાઠા અનામતનો ઉલ્લેખ કર્યો હતો. અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ યુવાનો અનામત માટે મૃત્યુને ભેટી ચૂક્યા છે.

પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી છે. તેમાં લખ્યું છે કે, મરાઠા સમાજને અનામત મળવી જોઈએ અને મારૂ બલિદાન વ્યર્થ ન જવું જોઈએ. પોલીસે જણાવ્યું કે આ સગીર છોકરીએ ગુરુવારે સોમેશ્વર વિસ્તારમાં પોતાના ઘરના એક રૂમમાં ફાંસી લગાવી લીધી. જાણ થતાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. પોલીસે જણાવ્યું કે, કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે.

એક અઠવાડિયામાં આત્મહત્યાનો આ બીજો કિસ્સો છે.

મહારાષ્ટ્રમાં એક અઠવાડિયામાં આત્મહત્યાનો આ બીજો મામલો છે. થોડા દિવસો પહેલા નાંદેડમાં 23 વર્ષીય યુવકે ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી. તેણે તેની સુસાઈડ નોટમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેણે તેમાં લખ્યું હતું કે, આ મારા માટે સરકારી નોકરીનો પ્રશ્ન છે. આ બનાવમાં ભાગ્યનગર પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મરાઠા આંદોલન ઘાતક બની ગયું

થોડા દિવસો પહેલા મરાઠા અનામત આંદોલને હિંસક વળાંક લીધો હતો. આંદોલનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આ અંગે વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતા. મનોજ જરાંગે પાટીલે ઉપવાસ શરૂ કર્યા બાદ આ આંદોલને વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જરાંગેની ભૂખ હડતાળ પછી મુખ્ય મંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે તે મરાઠાઓને કુણબી જાતિ પ્રમાણપત્ર આપવાનું નક્કી કર્યું જેથી તેઓ OBC ક્વોટાનો લાભ મેળવી શકે.

છેલ્લી મુદત 24મી ડિસેમ્બર સુધી છે

મરાઠા સમુદાય મહારાષ્ટ્રની 30 ટકાથી વધુ વસ્તી ધરાવે છે, તે તેના સભ્યો માટે શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરી બંનેમાં અનામતની વકાલત કરી રહ્યો છે. મનોજ જરાંગે રાજ્ય સરકાર માટે 24મી ડિસેમ્બર સુધી અનામતની જાહેરાત કરવાની નવી સમયમર્યાદા નક્કી કરી છે.

 આ પણ વાંચો, સુરતમાં કારખાનામાં આગ લાગતા 6 કામદાર ફસાયા, 250 ટન યાર્નનો જથ્થો બળીને ખાખ

Back to top button