ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આદિત્ય ઠાકરે વિરૂદ્ધ FIR નોંધાઈ, ગેરકાયદેસર રીતે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું

Text To Speech
  • લોઅર પરેલ બ્રિજ BMCની પરવાનગી વિના ખોલવામાં આવ્યો હતો
  • બ્રિજ ટ્રાફિક માટે સંપૂર્ણપણે તૈયાર નહોતો.
  • બ્રિજના ઉદ્ઘાટનના એક દિવસ બાદ BMCએ માહિતી મળ્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.

મુંબઈ: આદિત્ય ઠાકરેએ લોઅર પરેડના ડિલેઈડ રોડ બ્રિજનું ઉદ્ઘાટન કર્યુ હતુ. બ્રિજ સંપૂર્ણપણે તૈયાર નહોતો.  BMCની પરવાનગી વિના બ્રિજનુ ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું હતું. આ અંગે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાઓ આદિત્ય ઠાકરે, સુનીલ શિંદે અને સચિન આહિર વિરુદ્ધ મુંબઈના એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે આઈપીસીની કલમ 143, 149, 326 અને 447 હેઠળ કેસ નોંધ્યો છે.

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, આદિત્ય ઠાકરે અને અન્ય નેતાઓએ 16 નવેમ્બરની રાત્રે ગેરકાયદેસર રીતે પુલ ખોલી નાખ્યો હતો. આદિત્ય ઠાકરેએ લોઅર પરેલના ડિલેઈડ રોડ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું, જો કે BMC અધિકારીઓનું કહેવું છે કે બ્રિજનું કામ હજુ બાકી છે અને તે પહેલા જ બ્રિજને ખોલી દેવામાં આવ્યો હતો.

BMCએ ઉદ્ધવ જૂથના નેતાઓ પર આરોપ લગાવ્યા છે

આદિત્ય ઠાકરે, સુનિલ શિંદે, સચિન આહિર, પૂર્વ મેયર કિશોરી પેડનેકર અને પૂર્વ મેયર શ્રીમતી સ્નેહલ આંબેકર 15 થી 20 અજાણ્યા કામદારો સાથે પુલ પર પહોંચ્યા હતા અને ગેરકાયદેસર રીતે પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પુલ BMCની પરવાનગી વિના ખોલવામાં આવ્યો હતો અને ટ્રાફિક માટે સંપૂર્ણપણે તૈયાર નહોતો. બ્રિજના ઉદ્ઘાટનના એક દિવસ બાદ 17 નવેમ્બરે BMCએ માહિતી મળ્યા બાદ તેમની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે BMCની ફરિયાદ પર FIR નોંધી છે. BMCના અધિકારીઓ 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા હતા.

આદિત્ય ઠાકરેએ કેમ કર્યું બ્રિજનું ઉદ્ઘાટન?

આદિત્ય ઠાકરેએ પોતે બ્રિજના ઉદ્ઘાટનને લઈને એક્સ પર પોસ્ટ કરી હતી. તેઓ BMC દ્વારા સામાન્ય લોકો માટે પુલ ખોલવાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ લગભગ 10 દિવસ વીતી ગયા. બ્રિજ તૈયાર છે અને તેના ઉદ્ઘાટન માટે કોઈ VIP રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો, ChatGPT બનાવનાર કંપની OpenAIમાં ઉથલપાથલ, CEO સેમ ઓલ્ટમેનની હકાલપટ્ટી

Back to top button