‘आपातकाल के सेनानी नरेंद्र मोदी’ પુસ્તક અંગે પોતાનું મંતવ્ય રજૂ કરતા CM ભુપેન્દ્ર પટેલ
વર્ષ 1975માં દેશમાં તત્કાલીન કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી હતી. આ દિવસને કાળા દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ દિવસ અને ઘટના સંદર્ભે બહાર પડેલા ‘आपातकाल के सेनानी नरेंद्र मोदी’ પુસ્તક અંગે પોતાનું મંતવ્ય રજૂ કર્યા હતા. તેઓએ આ પુસ્તક દરેક ભારતીય દ્વારા વાંચવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે તત્કાલીન કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ઈમરજન્સી દરમિયાન દેશની પરિસ્થિતિ, તે વખતના શાસન તેમજ અત્યાચાર અંગે ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પુસ્તક आपातकाल के सेनानी नरेंद्र मोदी અંગે પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું#bhupendrapatel #PMModi pic.twitter.com/dxQJ93xdAg
— Hum Dekhenge News (@humdekhengenews) November 17, 2023
વડાપ્રધાન મોદીની કામગીરીના કર્યા વખાણ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પોતાના મંતવ્યમાં વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, કટોકટીના સમયમાં આખા દેશના નેતાઓ જ્યારે જેલમાં હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંઘના એક પાયાના કાર્યકર તરીકે પોતાની જવાબદારી અદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એ દિવસોમાં કેન્દ્ર સરકારે કરેલા દમન સહીને પણ નરેન્દ્રભાઈએ દેશને કોંગ્રેસ મુક્ત કરવા માટે પ્રયત્નો કર્યા હતા.