શું કેજરીવાલે જેલમાં જવાની તૈયારી શરૂ કરી? જાણો સીએમ-પદ માટે શું કહ્યું
- આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે શુક્રવારે પાર્ટીના કાર્યકરો સાથે વાતચીત કરી. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે પોતાના રાજીનામા પર મોટું નિવેદન આપ્યું છે.
દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે પાર્ટીના કાર્યકરો સાથે વાતચીત કરી. આ દરમિયાન કેજરીવાલે કહ્યું કે અમારું સંગઠન અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની સૌથી મોટી તાકાત છે. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ આકરા પ્રહારો કર્યા હતા. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે મને જેલમાં મોકલવાની યોજના બનાવવામાં આવી છે.
કેજરીવાલે કહ્યું કે, “અમે જેલમાં જવાથી ડરતા નથી. હું એક વખત 15 દિવસ જેલમાં રહ્યો હતો. અંદર સારી વ્યવસ્થા છે, તેથી તમારે પણ જેલમાં જવાથી ડરવું જોઈએ નહીં. જો ભગતસિંહ આટલા દિવસ જેલમાં રહી શકે છે, મનીષ સિસોદિયા 9 મહિના જેલમાં રહી શકે છે. સત્યેન્દ્ર જૈન એક વર્ષ સુધી જેલમાં રહી શકે છે, તો અમને જેલમાં જવાનો ડર નથી.”
અમે સત્તાના લોભી નથી – સીએમ કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે, ‘અમે સત્તાના લાલચી નથી, મે નોકરીમાંથી 49 દિવસમાં રાજીનામું આપ્યું હતું, આ રીતે કોઈએ નોકરીમાંથી રાજીનામું આપ્યું નથી. હું મારુ રાજીનામું જુતાની ટોચ પર લઈને ફરુ છું, મને મુખ્યમંત્રીની ખુરશીની કોઈ લાલચ નથી. મારે જેલમાંથી સરકાર ચલાવવી કે રાજીનામું આપવું તે અંગે હું વિવિધ લોકો સાથે ચર્ચા કરી રહ્યો છું, મેં મારા તમામ ધારાભ્યો અને કાઉન્સિલરો સાથે પણ ચર્ચા કરી છે અને આજે મારા કાર્યકરો સાથે વાત કરી છે.’
‘જનતાની ઈચ્છા વગર અમે કંઈ નહી કહીએ’
મુખ્યમંત્રીએ AAP કાર્યકર્તાઓને કહ્યું, “હવે હું તમારા લોકો પર જવાબદારી મૂકી રહ્યો છું. દિલ્હીની જનતાએ અમને ખૂબ પ્રેમ આપ્યો છે. અમે દિલ્હીની જનતાની ઇચ્છા વિના કંઈ કરીશું નહીં. તમારે લોકોએ લોકોના ઘરે-ઘરે જવું પડશે અને દરેક દિલ્હીની જનતાને પૂછવું પડશે કે શું કરવું જોઈએ ? આગામી 10-15 દિવસમાં આપણે દરેક દિલ્હી વાસીને પુછી લેવાનું છે કે આપણે રાજીનામું આપવું જોઈએ કે જેલમાંથી સરકાર ચલાવવી જોઈએ ? જનતા જે કહેશે એ આ પણે કરીશું“
‘ભાજપ અને નરેન્દ્ર મોદીનો પર્દાફાશ’
કેજરીવાલે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યું કે, “આજથી જ વિચારીલો કે લોકસભા ચૂંટણીનો પ્રચાર ચાલું થઈ ગયો છે, આપણે દરેકના ઘરે જઈને ભાજપ અને નરેન્દ્ર મોદીને ખુલ્લા પાડવાના છે. હું જેલમાં હોઉં કે બહાર હોઉં પણ આ વખતે દિલ્હીમાં ભાજપને લોકસભાની એક પણ સીટ ના આવવી જોઈએ”.
આ પણ વાંચો: અદાણી ગ્રૂપના કોલસા આયાત કેસની તપાસ સરકાર ફરી શરૂ કરવા માગે છે
हमारा संगठन और कार्यकर्ता आम आदमी पार्टी की सबसे बड़ी ताक़त हैं। सभी AAP कार्यकर्ताओं के साथ संवाद। https://t.co/oSf4SchPb0
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 17, 2023