ટોપ ન્યૂઝનેશનલ

18 દિવસમાં 8 ઘટનાઓએ ખળભળાટ મચાવ્યો, સરકારે સ્પાઇસજેટને નોટિસ ફટકારી

Text To Speech

નવી દિલ્હી, ગઈકાલે એક જ દિવસમાં સ્પાઈસ જેટ એરલાઈનના ત્રણ પ્લેનમાં ટેકનિકલ ખામીઓ જોવા મળી હતી. વિક્ષેપ બાદ વિમાનોનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સદનસીબે આ ત્રણેય બનાવમાં મુસાફરોને કોઇપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો. છેલ્લા 18 દિવસમાં સ્પાઈસ જેટના વિમાનોમાં 8 ટેક્નિકલ ખામીના કારણે સરકાર પણ ચિંતિત થઈ ગઈ છે. સરકારે સ્પાઇસજેટને તેની નબળી આંતરિક સુરક્ષામાં ગંભીર ખામીને ધ્યાનમાં ખીને નોરાટિસ કરી જારી છે અને તેને ત્રણ દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે.

આ ઘટનાને ગંભીરતાથી લેતા નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, મુસાફરોની સુરક્ષા સર્વોપરી છે. જો સલામતી ધોરણો સંબંધિત નાની વિસંગતતાઓ હશે, તો તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને સમયસર તેને સુધારવામાં આવશે.

ત્રણ દિવસમાં જવાબ આપો
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ સ્પાઈસ જેટને નોટિસ જારી કરીને કહ્યું છે કે, ઘટનાઓની સમીક્ષા દર્શાવે છે કે આમાંની મોટાભાગની ઘટનાઓ નબળી આંતરિક સુરક્ષા દેખરેખ અને અપૂરતી જાળવણીને કારણે હતી. આ ઘટનાઓ સિસ્ટમ-સંબંધિત નિષ્ફળતાના ઉદાહરણો છે અને સુરક્ષા ધોરણોમાં બગાડના પરિણામે આવી છે. આવી સ્થિતિમાં, તમારે આ નબળી આંતરિક સુરક્ષા વિશે ત્રણ દિવસમાં જવાબ આપવો પડશે. ડીજીસીએના જણાવ્યા અનુસાર આ તમામ ઘટનાઓની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે.

અન્ય ઘણી ખામીઓ પણ
DGCA એ સ્પાઈસ જેટની અન્ય ઘણી ખામીઓ પણ દર્શાવી છે. નબળી આંતરિક સુરક્ષા ઉપરાંત, DGCA એ સ્ટાફને સમયસર પૈસા ન ચૂકવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. આ સિવાય સ્પાઈસ જેટના કાફલામાં સ્પેરપાર્ટ્સની ખામીઓ તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. ગઈકાલે કોલકાતાથી ચીન જઈ રહેલા સ્પાઈસ જેટના કાર્ગો પ્લેનમાં વેધર રડારે કામ કરવાનું બંધ કરી દીધું હતું. એ જ રીતે કંડલા-મુંબઈ ફ્લાઈટમાં, વિન્ડશિલ્ડમાં તિરાડ પડી હતી અને દુબઈ જઈ રહેલા પ્લેનમાં ફ્યુઅલ ઈન્ડિકેટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું.

Back to top button