ઉત્તર ગુજરાતગુજરાત

રાંધેજા ચોકડી પાસે પુરપાટ આવતી કાર ઝાડ સાથે અથડાઈ, પાંચ પિતરાઈ ભાઈઓનાં મૃત્યુ

ગાંધીનગરઃ (Gandhinagar) ગાંધીનગરથી માણસા તરફ જતાં રાંધેજા ચોકડી પાસે ગઈકાલે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. કાર ચાલકે કારના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં કાર રોડની નીચે ઊતરી ગઈ અને ઝાડ સાથે અથડાઈ હતી. (Car Accident)અકસ્માતમાં પાંચ પિતરાઈ ભાઈનાં કરૂણ મૃત્યુ થયાં છે, જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવી છે. (Five brother Death)આ તમામ પિતરાઈ ભાઈઓ ફિલ્મ જોવા ગયા હતા. (Gandhinagar police)ત્યાર બાદ પરત ફરતાં તેમને અકસ્માત નડ્યો હતો. આ અંગે પેથાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગઈકાલે સર્જાયેલા અકસ્માતમાં પાંચ ભાઈઓનાં મૃત્યુ
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાંધેજા ચોકડી નજીકની કેશવ ગૌશાળા પાસે ગઈકાલે મોડીરાતે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ વ્યક્તિનાં કરુણ મૃત્યુ નીપજ્યાં છે. મહેસાણા જિલ્લાના ખેરાલુમાં રહેતા શાબીરહુસૈન ડેલીગરને ગઈકાલે આશરે રાત્રિના બે વાગ્યે તેમના ભત્રીજા જાવેદે ઘરે જઈને જાણ કરેલી કે મોહંમદ અલ્ફાઝનો પેથાપુર ખાતે અકસ્માત થયો છે જે હાલ સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે છે. આ સાંભળી શાબીરહુસૈન તાબડતોબ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.જ્યાં તેમનો સાળો મોહંમદ મુશ્તાક તથા બીજા સંબંધીઓ હાજર હતા. જેમણે જણાવ્યું હતું કે ગઈકાલે સાંજના આશરે આઠેક વાગે આ તમામ લોકોપેથાપુર ખાતે ફિલ્મ જોવા માટે ગયા હતા. આ ગાડી સાહિલ નસીરુદ્દીન ચૌહાણ પોતે ચલાવતો હતો.

પેથાપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ
આ તમામ ફિલ્મ જોઈ ૫રત પેથાપુરથી માણસા આવવા નીકળ્યા હતા. આ દરમિયાન મોડીરાતે પેથાપુર ચોકડીથી રાંધેજા ચોકડી તરફ જતા હાઇવે ઉપર કેશવ ગૌશાળા પાસે અચાનક સાહિલ ચૌહાણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે ગાડી રોડની નીચે ઊતરી જઈ ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલા પાંચેય ઇસમના મૃત્યુ થયા હતાં તેમજ શાહનવાબ ચૌહાણને અમદાવાદ સિવિલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં જ પેથાપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બાદમાં મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ  ઉત્તરકાશી ટનલ દુર્ઘટનાનો બોધપાઠઃ શિયાળામાં ભારે હિમવર્ષાના સંજોગો માટે તંત્રે શું તૈયારી કરી?

Back to top button