ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

NIAએ પૂંછમાં UAPA કેસના આરોપીઓની સ્થાવર મિલકત કરી જપ્ત

Text To Speech
  • ગેરકાયદે પ્રવૃત્તિઓ(નિવારણ) અધિનિયમના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીની મિલકતો જપ્ત
  • આરોપી જમ્મુ કાશ્મીરના કોટે બલવાલની સેન્ટ્રલ જેલમાં બંધ રહેલો છે

જમ્મુ કાશ્મીર : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના મેંધરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ(નિવારણ) અધિનિયમના (UAPA) કેસમાં ધરપકડ કરાયેલા તેમજ તહરીક-ઉલ-મુજાહિદ્દીન સાથે સંકળાયેલા ગ્રાઉન્ડ વર્કર (OGW) અને નશીલા પદાર્થોના દાણચોરની સ્થાવર મિલકત જપ્ત કરી હતી. જપ્ત કરેલી મિલકતમાં બાલાકોટ સેક્ટરમાં સક્રિય OGW મોહમ્મદ યાસીનની સાત એકરથી વધુની જમીન સામેલ છે. હાલ આરોપી જમ્મુના કોટે બલવાલની સેન્ટ્રલ જેલમાં બંધ છે.

 

NIA કોર્ટના આદેશ બાદ કરવામાં આવી કાર્યવાહી 

અધિકારીઓએ જણાવ્યું હતું કે, “30 સપ્ટેમ્બરે જમ્મુની NIA કોર્ટના આદેશ બાદ બાલાકોટ તહસીલના ધાબી-ધરતી ગામની મિલકત જપ્ત કરવામાં આવી હતી.” બાલાકોટના નાયબ તહસીલદાર સાથે મદદનીશ પોલીસ અધિક્ષક પી.કે.મેગીની દેખરેખ હેઠળ NIAની ટીમે મિલકત જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી. NIAનો આ મામલો બાલાકોટ મેંધર અને પૂંછમાં હથિયારો, દારૂગોળો, ડ્રગ્સની રિકવરી સાથે સંબંધિત છે. જેમાં મોહમ્મદ યાસીનએ આતંકવાદી સંગઠન તહરીક-ઉલ-મુજાહિદ્દીન સાથે સંકળાયેલા હથિયારો, દારૂગોળો, વિસ્ફોટક પદાર્થો અને હેરોઈનની રિકવરીનો આરોપી છે.

આ પણ જાણો :જમ્મુ-કાશ્મીર : પૂંછના સુરનકોટ વિસ્તારમાં મંદિર નજીક બસ સ્ટેન્ડમાં વિસ્ફોટ

Back to top button