દક્ષિણ ફિલિપાઈન્સમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું જોખમ નથી
- ફિલિપાઈન્સના મિંડાનાઓમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા
- ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી હતી
ફિલિપાઈન્સઃ ફિલિપાઈન્સના મિંડાનાઓમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા લગભગ 6.9 માપવામાં આવી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે ભૂકંપની ઊંડાઈ સપાટીથી લગભગ 10 કિમી નીચે હતી.
પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું હતું કે સુનામીની ચેતવણી નથી. જાનહાનિના કોઈ તાત્કાલિક અહેવાલો નથી. ફિલિપાઈન્સની સિસ્મોલોજી એજન્સીએ જણાવ્યું હતું કે, ભૂકંપ ઘણી સેકન્ડો સુધી ચાલ્યો હતો અને રહેવાસીઓને આફ્ટરશોક્સ અને નુકસાન માટે સાવચેત રહેવાની સલાહ આપી હતી. જનરલ સેન્ટોસ સિટીના એરપોર્ટ પરના મુસાફરોને ટાર્મેક પર ખસેડવામાં આવ્યા હતા.
દક્ષિણ કોટાબેટોમાં જનરલ સેન્ટોસ શહેરના રેડિયો ઉદ્ઘોષક લેની અરેનેગોએ જણાવ્યું હતું કે, ભૂકંપથી દિવાલોને નુકસાન થયું હતું અને ડેસ્ક પરથી કેટલાક કમ્પ્યૂટર્સ તૂટી પડ્યા હતા. હાલ ભૂકંપ બાદ સુનામીનો ભય નથી. દક્ષિણ ફિલિપાઈન્સમાં સારંગાની અને દક્ષિણ કોટાબેટો પ્રાંતમાં 8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
Earthquake of Magnitude:6.8, Occurred on 17-11-2023, 13:44:13 IST, Lat: 5.56 & Long: 125.32, Depth: 62 Km ,Location: Mindanao Philippines for more information Download the BhooKamp App https://t.co/WdBbP0PDDq@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @Ravi_MoES @KirenRijiju
— National Center for Seismology (@NCS_Earthquake) November 17, 2023
ફિલિપાઈન્સ પર ભૂકંપનો ખતરો
ફિલિપાઈન્સમાં સતત ભૂકંપ આવતા રહે છે. અહીં હંમેશા ભૂકંપનો ખતરો રહે છે. ફિલિપાઈન ઈન્સ્ટિટ્યૂટ ઑફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજી (PHIVOLCS) આ અંગેની તમામ માહિતી ત્યાંના લોકોને આપતી રહે છે. તોળાઈ રહેલી સુનામી માટે ચેતવણી પણ આપવામાં આવે છે. આ સિવાય અહીંની સરકાર આફતોથી કેવી રીતે બચી શકાય તે અંગે લોકોને જાગૃત કરવા માટે સતત ઘણા કાર્યક્રમો ચલાવે છે.
આ પણ વાંચો, ભારત-પે કેસઃ અશ્નીર ગ્રોવર અને તેમના પત્નીને દિલ્હી એરપોર્ટ પર રોકવામાં આવ્યાં