અમદાવાદગુજરાત

રખડતા શ્વાને બે વર્ષના બાળક પર હૂમલો કર્યો, પિતાએ દોડીને બાળકને બચાવી લીધો

Text To Speech

અમદાવાદઃ (Ahmedabad)માં રખડતાં ઢોરનો જેટલો ત્રાસ વર્તાઈ રહ્યો છે એટલો જ રખડતાં શ્વાનનો છે. રખડતા શ્વાનને કારણે લોકો પર હુમલાના કિસ્સા સતત વધી રહ્યા છે. (Stray Dog)અમદાવાદના જુહાપુરાના ફતેહવાડીમાં ફેઝૂલ પાર્ક નામની સોસાયટીમાં બે વર્ષના બાળક પર રખડતા શ્વાને હિંસક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.(dog attack on child) બાળક રમતો રમતો ઘરની બહાર આવ્યો ત્યાં જ રખડતો શ્વાન તેની પર તૂટી પડ્યો હતો. આ આખી ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો
પ્રાપ્ત માહિતી મુજબ ફતેહવાડી કેનાલ પાસે આવેલા ફેઝૂલનગરમાં 2 વર્ષનો બાળક ગુરુવારે સવારે 10:14 વાગ્યાની આસપાસ ઘરની બહાર રમવા માટે નીકળ્યો હતો. ઘરની બહાર નીકળતાની સાથે જ સોસાયટીના ગેટમાંથી એક શ્વાને બાળકને મોઢા ઉપર બચકું ભરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકના પિતા બહારથી આ ઘટના જોઈ જતા તરત જ દોડ્યા હતા અને પોતાના દીકરાને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. બાળકને જોરથી ખેંચી અને શ્વાનના હુમલામાંથી બચાવ્યો હતો. શ્વાનના હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

રખડતા શ્વાનના આતંકની ઘટનાઓ વધી રહી છે
શહેરમાં રખડતા શ્વાન સીધા સોસાયટીમાં ઘૂસી ઘરની બહાર રમતા બાળકો ઉપર હુમલા કરી રહ્યા છે. જેના પગલે નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. રખડતા શ્વાનની રોજની અનેક ફરિયાદો મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને મળે છે પરંતુ દિવસે ને દિવસે રખડતા શ્વાનના આતંકની ઘટનાઓ વધી રહી છે.

આ પણ વાંચોઃ નૂહમાં ફરી હિંસાનું ષડયંત્ર, પૂજા કરવા જતી મહિલાઓ પર પથ્થરમારો

Back to top button