દ્વારકામાં દર્શન કરવા જાવ તો ચેતજો, દરિયામાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા
- બોટમાં કે જેટી પર જો કોઈ દુર્ઘટના થશે કોણ જવાબદાર
- ફેરીબોટમાં જીવના જોખમે યાત્રા કરતા યાત્રિકો
- ઓખા – બેટ દ્વારકા જેટી પર માનવ મહેરામણ ઉમટ્યું છે
દ્વારકામાં દર્શન કરવા જાવ તો ચેતજો. જેમાં દરિયામાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે સુરક્ષાના સાધનો વિના જ બોટીંગના દ્રશ્યો સામે આવ્યા છે. ફેરીબોટમાં લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટીંગ કરાવાઇ રહી છે. ફેરીબોટમાં જીવના જોખમે યાત્રા કરતા યાત્રિકો જોવા મળ્યા છે.
આ પણ વાંચો: સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીને 1 કિલોના સોનાનો મુગટ અર્પણ, જાણો તેની વિશેષતાઓ
દ્વારકાના દરિયામાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા
દ્વારકાના દરિયામાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ફેરીબોટમાં લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટીંગ કરવામાં આવી રહી છે. ફેરીબોટમાં જીવના જોખમે યાત્રા કરતા યાત્રિકો દેખાઇ રહ્યાં છે. સુરક્ષાના સાધનો વિના જ બોટીંગના દ્રશ્યો જોવા મળ્યા છે. ઓખા – બેટ દ્વારકા જેટી પર માનવ મહેરામણ ઉમટ્યું છે. તેમાં દ્વારકા જેટી પર હજારોની સંખ્યામાં લોકોની મોટી ભીડ જોવા મળી છે. જેટીના પુલ પર એક સાથે હજારો માણસનો જમાવડો જોવા મળ્યા છે. ત્યારે સમુદ્ર કિનારાના આ પુલની કેપેસિટી કેટલી તેવો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. એટલું જ નહિ ઓખા – બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટના પણ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. તેમાં ફેરીબોટમાં નિયમોનુસાર પેસેન્જરને સુરક્ષા માટેના લાઇફ જેકેટ પેહરવ્યા વિના બોટ દરિયામાં ચાલતી જોવા મળી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચાલતી ટ્રેનમાંથી ફિલ્મી ઢબે લાખો રૂપિયાની લૂંટ
બોટમાં કે જેટી પર જો કોઈ દુર્ઘટના થશે કોણ જવાબદાર
બોટમાં કે જેટી પર જો કોઈ દુર્ઘટના થશે તો અનેક લોકો દરિયામાં પડે તેવી શક્યતા છે. ગુજરાત મેરિટાઈમ બોર્ડ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા લોકોની આવડી મોટી ભીડ વચ્ચે પણ જેટી પર કે બોટમાં સુરક્ષા માત્ર નામની જ છે. થોડા સમય પેહલા જ મોરબીના ઝુલતા પુલની દર્દનાક ઘટના જોયા બાદ પણ દ્વારકા જિલ્લાનું તંત્ર હજુ નિંદ્રાધીન જોવા મળ્યું છે. હાલ દિવાળીના તહેવાર હોઈ મોટી સંખ્યામાં યાત્રીકો બેટ દ્વારકા આવી રહ્યા છે. ત્યારે સુરક્ષા બાબતે તંત્રની ઉદાસીનતા જોવા મળી છે.