ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, કુલગામ અથડામણમાં પાંચ આતંકી ઠાર

  • જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓ સાથે અથડામણ ચાલુ છે
  • અત્યાર સુધીમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે
  • પાંચ આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા હતા, પાંચેય ઠાર

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. આ દરમિયાન સેનાએ પાંચ આતંકીઓને ઠાર કર્યા છે. આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા હતા અને છેલ્લી માહિતી મુજબ પાંચ આંતકવાદી ઠાર મરાયા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સમનુ ગામમાં ગુરુવાર સાંજથી અથડામણ ચાલી રહી છે. વચ્ચે-વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. કુલગામના સામનુ ગામમાં ગુરુવારે સાંજે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. સુરક્ષા દળોએ પાંચ આતંકીઓને ઠાર કર્યા છે. હજુ પણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે.

2 દિવસમાં ખીણમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા છે. જ્યારે બારામુલ્લામાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે કુલગામમાં ચાલી રહેલી અછડામણમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં 2 વધુ આતંકીઓ છુપાયેલા હોઈ શકે છે. આ આતંકીઓને શોધવા માટે સુરક્ષા દળો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

અથડામણની શરૂઆત કેવી રીતે થઈ?

સૈન્ય અધિકારીએ કહ્યું કે, કુલગામના નેહામા ગામમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. આ પછી સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જોકે, સર્ચ ઓપરેશન બાદમાં અથડામણમાં ફેરવાઈ ગયું હતું. કારણ કે આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.

બારામુલ્લામાં પણ બે આતંકવાદીઓ માર્યા ગયા

આ પહેલા કાશ્મીર ઝોન પોલીસે કહ્યું હતું કે બારામુલ્લામાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. તેઓ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. સુરક્ષા દળોએ ભારતમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. તેમની પાસેથી હથિયારો, દારૂગોળો અને વાંધાજનક સામગ્રી મળી આવી છે. તેમણે કહ્યું હતું કે, એલઓસીની નજીક સતર્ક સૈનિકોએ થોડી હિલચાલ જોઈ અને સુરક્ષા દળોએ ઘૂસણખોરોને પડકાર્યા ત્યારે બંને પક્ષો વચ્ચે ગોળીબાર શરૂ થયો. અત્યાર સુધી સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે અને છેલ્લા અહેવાલ મળ્યા ત્યાં સુધી ઓપરેશન ચાલુ હતું. 26 ઓક્ટોબરે કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા અને 22 ઓક્ટોબરે બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતી વખતે બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. જૂનમાં કુલ 11 ઘૂસણખોરો માર્યા ગયા હતા.

આ પણ વાંચો, દિલ્હી ગેસ ચેમ્બર બન્યું, લોકો ઝેરી હવામાં શ્વાસ લેવા બન્યા મજબૂર

Back to top button