- ડાકોર ગોધરા રુટ પરથી પસાર થતી ટ્રેનમાં લૂંટની ચોંકાવનારી ઘટના
- લૂંટારુઓએ ગાંધીધામ ઇન્દોર સુપર ફાસ્ટ ટ્રેનમાં લૂંટ ચલાવી
- ખેડાના ડાકોર ગોધરા ટ્રેનમાં લૂંટ કરી રેલ્વે પોલીસને લૂંટારાઓએ ખુલ્લો પડકાર
ગુજરાતમાં ચાલતી ટ્રેનમાંથી ફિલ્મી ઢબે લાખો રૂપિયાની લૂંટ થઇ છે. ચાલતી ટ્રેનમાંથી ફિલ્મી ઢબે 3.20 લાખ રૂપિયાની લૂંટ કરી લૂંટારાઓ ફરાર થયા છે. આણંદ રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે. તેમાં સિગ્નલ લોસ કરી લૂંટને અંજામ અપાયો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં વધારો, 15 વર્ષનો કિશોર અચાનક ઢળી પડ્યો અને થયુ મૃત્યુ
ડાકોર ગોધરા રુટ પરથી પસાર થતી ટ્રેનમાં લૂંટની ચોંકાવનારી ઘટના
ખેડા જિલ્લામાંથી પસાર થતાં ડાકોર ગોધરા રુટ પરથી પસાર થતી ટ્રેનમાં લૂંટની ચોંકાવનારી ઘટના બની છે. મધરાતે ડાકોર ગોધરા રુટ પર અંગાડી પાસે લૂંટારુઓએ ગાંધીધામ ઇન્દોર સુપર ફાસ્ટ ટ્રેનમાં લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ લૂંટ કરતા પહેલા સિગ્નલ લોસ્ટ કરીને ટ્રેનને રોકી હતી અને ત્યારબાદ 5 લોકો પાસેથી 3 લાખ 20 હજારની સનસનાટીભરી લૂંટ ચલાવી હતી. આ મામલે આણંદ રેલવે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ આદરી છે.
આ પણ વાંચો: સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીને 1 કિલોના સોનાનો મુગટ અર્પણ, જાણો તેની વિશેષતાઓ
ખેડાના ડાકોર ગોધરા ટ્રેનમાં લૂંટ કરી રેલ્વે પોલીસને લૂંટારાઓએ ખુલ્લો પડકાર
ખેડાના ડાકોર ગોધરા ટ્રેનમાં લૂંટ કરી રેલ્વે પોલીસને લૂંટારાઓએ ખુલ્લો પડકાર ફેંક્યો છે. ડાકોરના ગોધરા રૂટ ઉપર અંગાડી નજીક લૂંટારુઓએ ગાંધીધામ ઇન્દોર સુપર ફાસ્ટનુ સિગ્નલ લોસ કર્યું હતું અને ત્યારબાદ ટ્રેન ઉભી રહેતા લૂંટારુઓ ટ્રેનમાં ત્રાટક્યા હતા. લૂંટારુઓએ રાત્રે 1.40 કલાકે સિંગ્નલ લોસ કર્યું હતું અને તેથી ટ્રેન ઉભી રહી ગઇ હતી. લૂંટારુઓ ટ્રેનમાં ચઢીને 5 લોકો પાસેથી 3 લાખ 20 હજારની લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ નજીકના હાઇવે પરથી ફરાર થઇ ગયા હતા. લૂંટારુઓએ કોચમાં ચઢીને આતંક મચાવતાં મુસાફરોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.