ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી ગેસ ચેમ્બર બન્યું, લોકો ઝેરી હવામાં શ્વાસ લેવા બન્યા મજબૂર

  • રાજધાની દિલ્હીની હવા આજકાલ ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચી
  • આનંદ વિહાર,RK પુરમ અને દ્વારકા જેવા સ્થળોએ AQI આંકડો 400ને પાર

નવી દિલ્હી : દિવાળી બાદ દિલ્હીની હવા ફરી એકવાર ઝેરી બની ગઈ છે. શુક્રવારે સવારે રાજધાનીની એર ક્વોલિટી ઇન્ડેક્સ ‘ગંભીર’ શ્રેણીમાં નોંધાયો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, આનંદ વિહાર, RK પુરમ, IGI એરપોર્ટ અને દ્વારકા જેવા સ્થળોએ AQIનો આંકડો સવારે 5 વાગ્યે 400ને વટાવી ગયો હતો. CPCBના ડેટા અનુસાર, RK પુરમમાં 465, IGI એરપોર્ટ પર 467 અને દ્વારકામાં 490 AQI નોંધાયો હતો.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

 

ઉલ્લેખનીય છે કે ગુરુવારે રાજધાની દિલ્હીની સરેરાશ AQI 419 હતી. જે બુધવારે 401, મંગળવારે 397 અને સોમવારે 358 નોંધાયું હતું. દિલ્હી સરકારે ગુરુવારે રાજધાનીમાં વાયુ પ્રદૂષણને રોકવા માટે કેન્દ્રના ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) માં નિર્ધારિત પગલાંના કડક અમલીકરણની ખાતરી કરવા માટે છ સભ્યોની વિશેષ ટાસ્ક ફોર્સ (STF) ની રચના કરી છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આ જાણકારી આપી હતી. STFનું નેતૃત્વ દિલ્હીના વિશેષ સચિવ (પર્યાવરણ) કરશે અને તેના સભ્યોમાં પરિવહન, ટ્રાફિક, મહેસૂલ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) અને જાહેર બાંધકામ વિભાગ (PWD)ના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.

 

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે યોજી હતી બેઠક

પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) પ્રદૂષણ નિયંત્રણના પગલાંના અમલમાં સામેલ તમામ વિભાગો સાથે સંકલન કરશે અને દરરોજ સરકારને રિપોર્ટ સબમિટ કરશે. અગાઉના દિવસોમાં, ગોપાલ રાયે વાયુ પ્રદૂષણ નિયંત્રણ યોજનામાં નિર્ધારિત પગલાંના અસરકારક અમલીકરણ માટે ગુરુવારે વિવિધ વિભાગો સાથે બેઠક યોજી હતી. રાયે અગાઉ વાયુ પ્રદૂષણ નિયંત્રણ યોજનાના અમલીકરણમાં બેદરકારી બદલ સંબંધિત વિભાગો પર નારાજગી પણ વ્યક્ત કરી હતી અને તેમને હવા પ્રદૂષણ વિરોધી પગલાં અમલમાં મૂકવા જવાબદાર ટીમો પર દેખરેખ રાખવા માટે મોનિટરિંગ મિકેનિઝમ સ્થાપિત કરવા વિનંતી કરી હતી.

 

5 નવેમ્બરના રોજ દિલ્હી-NCRમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ‘ગંભીર’ કેટેગરીમાં પહોંચવાને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રીય રાજધાનીમાં જાહેર પ્રોજેક્ટ્સ, પ્રદૂષિત ટ્રકો અને ફોર-વ્હીલર કોમર્શિયલ વાહનોના પ્રવેશને લગતા બાંધકામ સંબંધિત કામ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો. શહેરમાં ગ્રેડ્યુઅલ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના ચોથા અને અંતિમ તબક્કા હેઠળ આ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.

 

એર ક્વોલિટી ઈન્ડેક્ષ (AQI) શું છે ?

ઉલ્લેખનીય છે કે, શૂન્યથી 50 વચ્ચેનો AQI ‘સારો’ છે, 51થી 100 ‘સંતોષકારક’ છે, 101થી 200 ‘મધ્યમ’ છે, 201થી 300 ‘ખરાબ’ છે, જ્યારે 301થી 400 ‘ખૂબ જ નબળો’ છે અને 401થી 450 વચ્ચે ‘ગંભીર’ ગણવામાં આવે છે. જ્યારે AQI 450થી વધી જાય તો તેને ‘ખૂબ ગંભીર’ શ્રેણીમાં ગણવામાં આવે છે.

આ પણ જુઓ :સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવવા દિલ્હીથી આવેલા ઓગર મશીનથી ડ્રિલિંગ શરૂ

Back to top button