અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

ફાઈનલ મેચ પહેલાં અમદાવાદના મોદી સ્ટેડિયમ પર ફાઈટર જેટ ઉડતા જોઈને લોકોમાં કૂતૂહલ સર્જાયું

Text To Speech

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ વિશ્વકપની ફાઈનલ મેચ આગામી 19 તારીખે રમાવાની છે. આ મેચ પહેલાં એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આકાશી કરતબો દેખાડાશે. જેના ભાગરૂપે આજે એરફોર્સની ટીમ દ્વારા ફાઈટર જેટ ઉડાડીને રિહર્સલ કરવામાં આવ્યું હતું. સ્ટેડિયમની ઉપર ફાઈટર જેટ ઉડતાં જોઈને લોકોમાં કૂતૂહલ સર્જાયું હતું.

અનેક સેલિબ્રિટી અને મોટા નેતાઓ પણ આવશે
ભારતીય ટીમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડની ટીમને હરાવીને ફાઈનલમાં પ્રવેશી છે. અમદાવાદમાં યોજાનારી મેચ જોવા માટે વિશ્વમાંથી અનેક લોકો અમદાવાદ આવશે. તે ઉપરાંત અનેક સેલિબ્રિટી અને મોટા નેતાઓ પણ આવશે. ત્યારે લોકોના મનોરંજન માટે ભારતીય એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ આકાશી કરતબ બતાવીને શક્તિ પ્રદર્શન કરશે.

સેલિબ્રિટી દ્વારા પણ સ્ટેડિયમ પર પરફોર્મ કરવામાં આવશે
મેચ શરૂ થાય તે પહેલાં મોદી સ્ટેડિયમમાં એરફોર્સની સૂર્યકિરણ ટીમ દ્વારા ચાર વિશેષ વિમાન દ્વારા એર શો યોજવામાં આવશે. જેના ભાગરૂપે આજરોજ સ્ટેડિયમ પર રિહર્સલ યોજાયું હતું. આ એર શોનું રિહર્સલ જોઈને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. હવે ફાઇનલના દિવસે ફરી એકવાર સ્ટેડિયમમાં મેચ અગાઉ એર શો જોવા મળશે. આ ઉપરાંત કેટલાક સેલિબ્રિટી દ્વારા પણ સ્ટેડિયમ પર પરફોર્મ કરવામાં આવશે. તંત્ર દ્વારા પણ મેચને લઈને મોટા ભાગની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.

Back to top button