તમારો સ્માર્ટફોન હેક થયો છે કે નહીં તે કેવી રીતે જાણશો, જાણો પોલીસે આપેલી આ ટીપ્સ દ્વારા
અમદાવાદઃ (Ahmedabad) આજના ટેક્નોલોજીના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન દ્વારા આંગળીના ટેરવે કામ પુરાં થઈ જતાં હોય છે. (Cyber Crime)બેંકિંગ વ્યવહાર હોય કે મેસેજ હોય એક સ્માર્ટફોન ગણતરીના સમયમાં જ કામ પુરું કરી આપે છે. (Phone hacking)ત્યારે કેટલીક વખત ફોન હેંકિંગ થવાની ઘટનાઓ બને છે. સાયબર ક્રાઈમ પાસે આ પ્રકારની અનેક ફરિયાદો આવતી હોય છે. (Gujarat police) જેમાં ફોનથી થયેલી છેતરપિંડીનો પણ સમાવેશ થાય છે.
અમદાવાદ પોલીસે ફોન હેકિંગ જાણવા ટીપ્સ આપી
સામાન્ય રીતે લોકોને તેમના ફોનમાં ઈન્ટરનેટ સર્ફિંગ દરમિયાન કઈ કઈ સર્વિસ ચાલુ છે તેની ખબર નથી હોતી. એક વીડિયો જોવામાં કે કોઈ પોસ્ટ વાંચવા દરમિયાન કેટલીક હાઈડ લિંક ક્લિક થઈ જવાથી ફોનમાં કેટલીક એપ્લિકેશન કે વેબસાઈટની લિંક ચાલુ રહી જતી હોય છે. જેના કારણે હેકર્સ સ્માર્ટફોન યુઝર્સનો ડેટા સરળતાથી મેળવી લેતા હોય છે. ત્યાર બાદ ફોન હેક કરીને તેમના બેંકિંગ વ્યવહારોમાં ઠગાઈ આચરતો હોય છે. જેથી અમદાવાદ પોલીસે ફોન હેક થયો છે કે નહીં તે જાણવા માટે અહીં કેટલીક ટીપ્સ આપી છે. જેનાથી સરળતાથી જાણી શકાશે કે તમારો ફોન હેક થયો છે કે નહીં?
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) November 15, 2023