અમદાવાદગુજરાત

મુસાફરોને સુરત જવામાં તકલીફ નહીં પડે, અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેન ઉધના સુધી લંબાવાઈ

અમદાવાદઃ (Surat News) વડાપ્રધાન મોદીએ 24 સપ્ટેમ્બરના રોજ દેશને એક સાથે 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી.આ દરમ્યાન જામનગરથી અમદાવાદ વચ્ચે પણ વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી અપાઇ હતી.(Vande Bharat Train) ત્યારે હવે અમદાવાદ-જામનગર વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને છેક સુરતના ઉધના સુધી લંબાવાઇ છે. (Surat udhana)જામનગરથી સુરત જનારા મુસાફરોને હવે સુરત જવામાં તકલીફ નહીં પડે. (Darshana Jardosh) આ અંગે રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે એક્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને માહિતી આપી છે.

24 સપ્ટેમ્બરે અમદાવાદ જામનગર વંદે ભારત ટ્રેન શરૂ કરાઈ હતી
કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે આજે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી માહિતી જાહેર કરી હતી કે ત્રણ વંદે ભારત ટ્રેનના રૂટ લંબાવવામાં આવ્યાં છે. જેના કારણે મુસાફરોની સફરની ગતિમાં થશે વધારો. યાત્રીઓની અનુકૂળતામાં વધારો કરવા માટે ટ્રેન નંબર 20661/62 KSR બેંગલુરુ-ધારવાર વંદે ભારત એક્સપ્રેસને બેલગવી સુધી લંબાવી છે. 22925/26 અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસને ઉધના (સુરત) સુધી લંબાવી છે. 22549/50 ગોરખપુર-લખનૌ વંદે ભારત એક્સપ્રેસને પ્રયાગરાજ સુધી લંબાવી છે. 24 સપ્ટેમ્બરે અમદાવાદ જામનગર વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી હતી. આ વંદે ભારત ટ્રેન જામનગરથી અમદવાદ વચ્ચે દોડતી હતી. રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરામગામ થઇને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન વચ્ચે દોડતી હતી. હવે આ ટ્રેન સુરતના ઉધના સુધી દોડશે. રેલવેનો આ નિર્ણય સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

પીએમ મોદીએ દેશને વધુ 9 વંદે ભારત ટ્રેનની ભેટ અર્પણ કરી હતી
24 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદીએ દેશને વધુ 9 વંદે ભારત ટ્રેનની ભેટ અર્પણ કરી હતી. એવામાં આ 9 ટ્રેન શરૂ થતા ભારતમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા વધીને 33 થઇ ગઇ હતી. ત્યારે આ 9 વંદે ભારત ટ્રેનમાં જામનગર- અમદાવાદ, હૈદરાબાદ-બેંગલુર, કાસરગોડ-તિરૂવનંતપુરમ, જયપુર-ઉદયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, ચેન્નઈ-તિરૂનેલવેલી, પુરી-રાઉરકેલા તથા વિજયવાડા-ચેન્નઈ વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી અપાઇ હતી. ત્યારે ગુજરાતની ત્રીજી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. ત્યારે હવે કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયે દિવાળીની મોટી ભેટ આપી છે. ત્રણ વંદે ભારત ટ્રેનના રૂટ લંબાવવામાં આવ્યાં છે. જે પૈકી એક ટ્રેનને સુરતના ઉધના સુધી લંબાવવામાં આવી છે.

Back to top button