ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતમાં વાહન સાઈડમાં લેવાની બબાલમાં યુવકને માર્યો, બેભાન થયા બાદ મૃત્યુ નિપજ્યું

Text To Speech

સુરતઃ (Surat)શહેરમાં નવા વર્ષની શરૂઆતમાં જ હત્યાની ઘટના બની છે. (Adajan)શહેરના અડાજણ વિસ્તારમાં બાઈક લઈને જતાં યુવકે હોર્ન મારીને અન્ય યુવકોને સાઈડ આપવાનું કહેતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતાં અને બાઈક ચાલકને ઠપકો આપીને રોડ માર માર માર્યો હતો.( Surat police news) ત્યાર બાદ બાઈક ચાલક યુવક બેભાન થઈ ગયો હતો અને થોડીવારમાં તેનું મૃત્યુ થયું હતું. માર મારનાર શખ્શો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બીજી બાજુ પોલીસે યુવકને ખેંચની બીમારી હોવાને કારણે તેનું મૃત્યુ થયું હોવાનું અનુમાન લગાવ્યું છે. જો કે સાચું તારણ શું છે તે પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા પછી જ જાણવા મળશે.

અજાણ્યા યુવકોએ રોડ પર યુવકને માર માર્યો
આ ઘટના બાદ મૃતક યુવકના ભાઈ રોહિતે મીડિયાને જણાવ્યું હતું કે, પરિવાર સાથે અમે ગત રોજ ફરવા નીકળ્યા હતા ત્યારે સોસાયટીની બહાર જ ટર્નિંગ પર અન્ય બે યુવકોએ પોતાની ગાડી વચ્ચે લાવી દીધી હતી. જેથી તેમને હોર્ન મારીને ગાડી ટર્ન મારવા કહ્યું હતું. ત્યારે બંને યુવકો ઝઘડો કરવા લાગ્યા હતા. ત્યાર બાદ થોડા આગળ જઈને તેના અન્ય મિત્રોને બોલાવી બંને અજાણ્યા યુવકો દ્વારા અચાનક હુમલો કરી મારા ભાઈને માર મારવા લાગ્યા હતા. જેમાં તેને માથાના ભાગે અને અન્ય ભાગે ગંભીર ઈજા પહોંચતા તે બેભાન થઈ ગયો હતો. બાદમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

ખેંચ આવી જતા તે જમીન પર ઢળી પડ્યો
બનાવ અંગે અડાજણ પોલીસ મથકના પીઆઇ આર.જી. ગોજિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, મૃતક યુવક રીશી ભરાડેને છેલ્લા ઘણા વર્ષોથી ખેંચ આવવાની બીમારી છે.આ યુવકને ગતરોજ ગાડી બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. જેમાં કેટલાક યુવકોએ તેને એક તમાચો જ માર્યો હતો. જોકે થોડા સમયમાં તેને ખેંચ આવી જતા તે જમીન પર ઢળી પડ્યો હતો. તેને લોકોએ ભાનમાં લાવવા જુદા જુદા પ્રયાસો કર્યા હતા અને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. જોકે બનાવને પગલે યુવકનો પેનલ પીએમ રિપોર્ટ કરાવાઇ રહ્યો છે. ત્યાર બાદ સચોટ બાબત જાણવા મળશે.

Back to top button