દાહોદઃ પોલીસ સ્ટેશનમાં હોબાળો કરનાર 400 સામે રાયોટિંગનો ગુનો, 30ની ધરપકડ
દાહોદઃ (Dahod News)દિવાળીના દિવસે દારૂની ખેપ દરમિયાન એક યુવકનું મૃત્યુ થતા પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે, (Gujarat News)પોલીસે ચાલુ ગાડીએ લાકડી મારવાથી યુવક મોતને ભેટ્યો છે. (Dahod police)પોલીસ સ્ટેશન બહાર મૃતકના પરિવારજનોએ મૃતદેહ મૂકી વિરોધ કર્યો હતો. આ દરમિયાન પોલીસે હળવો લાઠીચાર્જ કરી મામલો થાળે પાડ્યો હતો.(30 people arrested) આ ઘટનાને ચાર દિવસ થવા છતાં પરિવારે મૃતદેહને સ્વીકાર્યો નથી.(Rioting against 400 people)બીજી તરફ દાહોદ રૂરલ પોલીસ પર હુમલો કરનાર 400 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોધી 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત પોલીસ પર હુમલાની ઘટનામાં સંડોવાયેલા અન્ય શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.
દારૂની ખેપ દરમિયાન અકસ્માત થયો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે 13મી નવેમ્બરે દાહોદ રૂરલ પોલીસને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશથી દાહોદ તરફ બે બાઈકો ઉપર ચાર શખ્સો વિદેશી દારૂ લઈને આવે છે. પોલીસે બાતમીમાં દર્શાવેલી બાઈકો આવતા ચારેયને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં બે શખ્સોને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી અને બન્નેને દાહોદમાં ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં નીતિન અમરસિંહ સાંસીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને તેનો મૃતદેહ પરિવારજનો હોસ્પિટલથી લઈને રૂરલ પોલીસ મથકે પહોંચ્યા હતા.
30થી વધુ લોકોને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ
પોલીસે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ પોલીસ મથકે વધારે માથાકૂટ થતાં પોલીસની વધુ ટીમો ખડકી દેવાઈ હતી. પરિવારજનોએ રોષે ભરાઈને પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર હૂમલો કર્યો હતો. જ્યારે પોલીસે પણ ભેગા થયેલા સાંસી સમાજના લોકોને દંડાવાળી કરી તેમને ત્યાંથી ભગાડ્યા હતા. દાહોદ ડિવિઝનના ASP સિધ્ધાર્થ કોરૂકોંડા આવી જતાં પરિવારજનોને સમજાવી મામલો થાળે પાડી મૃતદેહને ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. જ્યાં પેનલ ડોક્ટરો દ્વારા પીએમ કરાયા બાદ સાંસી સમાજના લોકો મૃતદેહ લઈ ગયા ન હતા અને પોલીસકર્મીઓ ઉપર હત્યાનો ગુનો નોંધો જેવી માંગ પર અડગ રહ્યા હતા. પોલીસ મથકમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલો કરવાના ગુનામાં તાબડતોડ 400 લોકો વિરુદ્ધ ગુનો નોંધી વીડિયો અને ફોટોમાં દેખાતા શખ્સોનું કોમ્બિંગ કરી 30થી વધુ લોકોને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ઉત્તરાખંડ ટનલ દુર્ઘટના: થાઈલેન્ડ અને નોર્વેના નિષ્ણાતોની મદદ લેવામાં આવી