ઉત્તરાખંડ ટનલ દુર્ઘટના: થાઈલેન્ડ અને નોર્વેના નિષ્ણાતોની મદદ લેવામાં આવી
- 40 મજૂરોને બચાવવા માટે થાઈલેન્ડ અને નોર્વેની વિશેષ ટીમો આવી
- 2018માં થાઈલેન્ડની ગુફામાં ફસાયેલા બાળકોને બચાવવામાં મદદ કરનારી ટીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો
ઉત્તરાખંડ: ઉત્તરકાશીમાં થયેલી ટનલ દુર્ઘટનામાં 4 દિવસથી બચાવ કામગીરી સતત ચાલી રહી છે. ભૂસ્ખલન અને ટેકનિકલ સમસ્યાઓના કારણે બચાવ કાર્યમાં અડચણ ઊભી થયા બાદ, હવે આ બચાવ અભિયાનમાં થાઈલેન્ડ અને નોર્વેના નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી રહી છે. તેમણે વર્ષ 2018માં ગુફામાં ફસાયેલા બાળકોને બચાવવામાં મદદ કરી હતી. આ દુર્ઘટના રવિવારે સવારે ઉત્તરકાશીના ચાર ધામ રોડ પર બની હતી અને 4 દિવસ પછી પણ આ મજૂરોને સુરંગમાંથી બહાર કાઢી શકાયા નથી.
બચાવકાર્યમાં સામેલ ટીમોએ એક થાઈ કંપનીનો સંપર્ક કર્યો છે કે જેણે 2018 માં ઉત્તર થાઈલેન્ડના ચિયાંગ રાય પ્રાંતમાં થામ લુઆંગ નાંગ નોન નામની ગુફામાં ફસાયેલી જુનિયર એસોસિએશન ફૂટબોલ ટીમને બચાવવામાં મદદ કરી હતી. તે બચાવ પ્રયાસમાં એક અઠવાડિયા કરતાં વધુ સમય લાગ્યો અને તેમાં 10,000 થી વધુ લોકો સામેલ થયા અને અધિકારીઓએ જણાવ્યું કે કંપનીની કુશળતા અમૂલ્ય હશે.
ટનલની અંદર કેવી રીતે કામગીરી કરવી તે અંગેના સૂચનો માટે નોર્વેજીયન જીઓટેકનિકલ સંસ્થા પાસેથી પણ મદદ લેવામાં આવી રહી છે. ભારતીય રેલવે અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ જેમ કે રેલ વિકાસ નિગમ લિમિટેડ, રેલ ઈન્ડિયા ટેકનિકલ એન્ડ ઈકોનોમિક સર્વિસ (RITES) અને ઈન્ડિયન રેલવે કન્સ્ટ્રક્શન ઈન્ટરનેશનલ લિમિટેડના નિષ્ણાતો પાસેથી પણ સૂચનો લેવામાં આવી રહ્યા છે.
દિલ્હીથી એક વિશેષ મશીન સ્થળ પર લાવવામાં આવ્યું છે, તે એક કલાકમાં 4-5 મીટર કાટમાળમાં ઘૂસી શકે છે અને જો બધું બરાબર થાય તો 10-12 કલાકમાં બચાવ પાઈપ કામદારો જ્યાં ફસાયેલા છે ત્યાં સુધી પહોંચવામાં મદદ કરશે. પાઇપનો વ્યાસ 900 મીમી છે જે મજૂરોને બહાર નીકળવા માટે પૂરતો હશે. ઉત્તરકાશી ટનલ દુર્ઘટના સ્થળના બચાવ કામગીરી અંગે NHIDCLના પીઆરઓ ગિરધારીલાલે જણાવ્યું હતુ કે, આ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અમારી પાસે વહીવટીતંત્રનો ટેકો છે. મશીન 99.99% સ્થાપિત છે. હું દરેકને જાણ કરવા માંગુ છું કે ગેરમાર્ગે ન દોરાશો નહી.
#WATCH उत्तरकाशी सुरंग दुर्घटनास्थल के बचाव अभियान पर NHIDCL के PRO गिरधारीलाल ने कहा, “यह ऑपरेशन युद्धस्तर पर चल रहा है। हमें प्रशासन का सपोर्ट है…मशीन 99.99% इंस्टॉल हो चुकी है। मैं सभी को सूचित करना चाहता हूं कि गुमराह न हों…” pic.twitter.com/DDf6CA0Rpj
— ANI_HindiNews (@AHindinews) November 16, 2023
વી.કે. સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા
સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે ચાલી રહેલા બચાવ અભિયાનનું નિરીક્ષણ કરવા માટે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન, માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી જનરલ (નિવૃત્ત) વીકે સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વીકે સિંહ રેસ્ક્યુ ઓપરેશનનું નિરીક્ષણ અને સમીક્ષા કરશે. તેમણે જણાવ્યું હતું કે, કામ ચાલી રહ્યું છે. બચાવ કાર્ય માટે જરૂરી તમામ વસ્તુઓ મોકલી દેવામાં આવી છે. અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ.
#WATCH उत्तराखंड: केंद्रीय मंत्री वी.के. सिंह उत्तरकाशी सुरंग दुर्घटनास्थल पर बचाव अभियान का जायजा लेने के लिए पहुंचे।
उन्होंने कहा, “काम चल रहा है…चीजे भेज दी गई हैं.. हम अपनी तरफ से पूरी कोशिश कर रहे हैं…” pic.twitter.com/wuO3UNPezb
— ANI_HindiNews (@AHindinews) November 16, 2023
નેશનલ હાઈવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના ડાયરેક્ટર અંશુ મનીષ ખાલખોએ જણાવ્યું હતું કે જો મશીન કામ ન કરે તો પણ તેમની પાસે બેકઅપ પ્લાન છે અને બચાવ યોજના પર સમય મર્યાદા નક્કી કરવી ખૂબ જ મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, અમે બધા મજૂરોના પરિવારોની જેમ ચિંતિત છીએ અને જ્યાં સુધી અમે અમારા ભાઈઓને બચાવીશું નહીં ત્યાં સુધી કોઈને આરામ મળશે નહીં. સુરંગમાં ફસાયેલા કામદારો ઠીક છે અને તેમને ખોરાક મળી રહ્યો છે.
આ પણ વાંચો, આ કારણે 20 વર્ષની ઉંમરે સીરિયસ રિલેશનશિપથી બચવા અપાય છે સલાહ