ગુજરાત

‘ઈનર વ્હીલ ક્લબ’ પાલનપુરની સોગંધવિધિ યોજાઇ

Text To Speech

પાલનપુર: માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત આંતરરાષ્ટ્રીય સેવાભાવી સંસ્થા“ઇનર વ્હીલ ક્લબ” પાલનપુરના નવા વર્ષના હોદ્દેદારોનો ઈન્સ્ટોલેશન સેરેમની-પદગ્રહણ કાર્યક્રમ તા. 30જૂન 2022 ના રોજ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડો.રીટાબેન પટેલ (બનાસકાંઠા બીજેપી જિલ્લા ઉપપ્રમુખ, પ્રભારી પાલનપુર, આસિસ્ટન્ટ ગવર્નર રોટરી ડિસ્ટી.3054 ઝોન.૧૪) ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ નવા વરાયેલા પ્રમુખ તથા મંત્રીને વર્ષ દરમ્યાન મહિલાઓ તથા બાળકો માટે વધુમાં વધુ સેવાકીય કાર્યો કરે તેનું માર્ગદર્શન આપ્યું હતું . જ્યારે ડીસ્ટ્રીકટ ચેરમેન રાખી દેસાઈ ઈન્સ્ટોલેશન ઓફિસર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અને સોગંધવિધિ કરાવી હતી. ગત વર્ષના પ્રમુખ મીનુબેન મહેશ્વરી , સેક્રેટરી અમીબેને કરેલ કાર્યોનો અહેવાલ આપી 18 એવોર્ડ્સ મળ્યાની ઉજવણી કરી હતી. સાથે 150 પ્રોજેક્ટસની સેવાકીય કાર્યોની ખુશી વ્યક્ત કરી હતી. નવા વર્ષનો હોદ્દો સંભાળનાર પ્રમુખ રમીલા પટેલ અને સેક્રેટરી નીલમ પરીખ દ્વારા વર્ષ દરમ્યાન નવી ઊંચાઈએ ક્લબને લઇ જવાના સંકલ્પો સાથે સોંગંધવિધિનો કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

ડીસામાં ‘ડોકટર ડે’ અને ‘સીએ ડે’ ની ઉજવણી

રોટરી ક્લબ ડીસા ડીવાઈન દ્વારા રોટરીના નવા વર્ષના પ્રથમ દિવસે રોટેરીયન બહેનો દ્વારા ‘ડોકટર ડે’ તથા ‘સીએ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આદર્શ હોસ્પિટલના બાળકોના ડોકટર ડો.હિરેન પટેલ અને CA દિનેશભાઈ શાંખલા અને CA દિનેશભાઈ કચ્છવાનું પુષ્પગુચ્છ અને સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રમુખ રોટે. ડો. બિનલબેન માળી, મંત્રી રોટે હિનલબેન અગ્રવાલ, આસિસ્ટન્ટ ગવર્નર ડો.રીટાબેન પટેલ, ડો. અવનીબેન ઠક્કર, વર્ષાબેન પટેલ, ગીતાબેન વ્યાસ,કાંતાબેન પટેલ, અલ્પાબેન શાહ અને ગિરીજાબેન અગ્રવાલ હાજર રહ્યા હતા.

Back to top button