ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

ચાહકને થપ્પડ મારતા નાના પાટેકરના વાયરલ વીડિયોને લઈ અભિનેતાની સ્પષ્ટતા

  • ચાહકને થપ્પડ મારતા હોય તેવો નાના પાટેકરનો વીડિયો વાયરલ
  • અભિનેતા નાના પાટેકર અને નિર્દેશક અનિલ શર્માએ વિડીયોને લઈ કરી સ્પષ્ટતા
  • વીડિયોમાં દેખાયેલા દ્રશ્યો ફિલ્મનો એક ભાગ : નાના પાટેકર

મુંબઈ : નાના પાટેકરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક ફેનને થપ્પડ મારતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો તરત જ વાયરલ થઈ ગયો અને ચાહકો નાના પાટેકરને ટ્રોલ પણ કરી રહ્યા છે. ત્યારે વિડીયોને લઈને અભિનેતા નાના પાટેકર અને ફિલ્મના નિર્દેશકે સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું છે કે, “તે ફિલ્મનો એક સીન છે.”

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકર હંમેશા પોતાના દમદાર અભિનય અને ભૂમિકાઓને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તેઓ લોકોના નિશાના પર આવ્યા છે. ખરેખર, નાના પાટેકરે ગુસ્સામાં એક ચાહકને થપ્પડ મારી દીધી છે. ફેનને મારતા અભિનેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હવે નાનાની ફિલ્મના ડિરેક્ટરે દાવો કર્યો છે કે વાયરલ થઈ રહેલો વીડિયો તેમની ફિલ્મનો શોટ છે.

અભિનેતા નાના પાટેકર અને નિર્દેશક અનિલ શર્માએ વિડીયોને લઈ કરી સ્પષ્ટતા

હવે આ ઘટના પર નાના પાટેકરે પણ સફાઈ આપી છે. નાનાએ આ સમગ્ર મામલે અનિલ શર્માથી એકદમ અલગ નિવેદન આપ્યું છે. અભિનેતાએ હવે તે છોકરાની માફી માંગી છે જેને તે વાયરલ વીડિયોમાં થપ્પડ મારતા જોવા મળ્યા હતા. નાના પાટેકરે કહ્યું કે, “આ ફિલ્મની સિક્વન્સનો એક ભાગ છે. તેઓ સમજી ન શક્યા કે વચ્ચે કોઈ બીજું આવ્યું અને ભૂલથી તેમની સાથે આવું થયું.”

નિર્દેશક અનિલ શર્માએ આ વીડિયો પાછળના સત્ય વિશે જણાવતાં કહ્યું કે, “મને હમણાં જ આ વિડીયોની જાણ થઈ છે. હું હમણાં એ જ વિડિયો જોઈ રહ્યો હતો. નાનાએ કોઈને માર્યા નથી, તે મારી ફિલ્મનો શોટ છે. અમે બનારસની મધ્યમાં રસ્તા પર તેનું શૂટિંગ કરી રહ્યા હતા. જ્યાં નાના પાસે આવતા છોકરાને માથામાં માર મારવો પડે છે. શૂટિંગ ચાલી રહ્યું હતું અને નાનાએ પણ તેને માર માર્યો હતો. પરંતુ ત્યાં એકઠા થયેલા લોકોએ તેને પોતાના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરી લીધો અને પછી ફિલ્મનો શોટ લીક કરી દીધો. હવે નાનાને સોશિયલ મીડિયા પર નકારાત્મક અને અસંસ્કારી અભિનેતા તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે, જે સંપૂર્ણપણે ખોટું છે.

 

વાયરલ વિડીયોમાં એવું તે શું હતું કે લોકો ભડક્યા ?

નાના પાટેકરનો વીડિયો વારાણસીના દશાશ્વમેધ ઘાટનો છે. અભિનેતા છેલ્લા ઘણા દિવસોથી અહીં તેની આગામી ફિલ્મ ‘જર્ની’નું શૂટિંગ કરી રહ્યો છે. નાનાની ફિલ્મ ‘જર્ની’નું શૂટિંગ દશાશ્વમેધ ઘાટના રસ્તે ચાલી રહ્યું હતું. નાના કપડાં અને ટોપી પહેરીને શૂટિંગ માટે તૈયાર હતા. નાના પાટેકરનું ધ્યાન શૂટિંગ અને તેના ડાયલોગ્સ પર હતું. ત્યારે પાછળથી એક છોકરો આવે છે, નાનાને સેલ્ફી લેવા વિનંતી કરવા લાગ્યો અને પછી પરવાનગી લીધા વગર નાના સાથે સેલ્ફી લેવા લાગ્યો. નાનાને ચાહકની આ હરકત બિલકુલ પસંદ ન આવી. તેને ગુસ્સો આવ્યો અને પછી નાના પાટેકર છોકરાને થપ્પડ મારે છે. થપ્પડ માર્યા બાદ નાના પાટેકર પણ છોકરાને કંઈક કહેતા જોવા મળ્યા હતા. દરમિયાન, ફિલ્મના એક ક્રૂ મેમ્બરે છોકરાને ગળાથી પકડી લીધો અને તેને ત્યાંથી ખેંચી ગયો. ફેનને થપ્પડ મારવાને કારણે લોકો નાના પાટેકર પર ગુસ્સે થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર અભિનેતાને ટ્રોલ કરી રહ્યા છે.

આ પણ જુઓ :Tiger 3: સલમાનના કરિયરની સૌથી મોટી ઓપનર, 100 કરોડ નજીક પહોંચી ફિલ્મ

Back to top button