- ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો હવે ઝડપથી વધી રહ્યા છે
- શહેરમાં એક જ મહિનામાં 20થી વધુના હાર્ટ એટેકથી મોત થયા
- હાર્ટ એટેકથી થતા મોતની ઘટનામાં ચિંતાજનક રીતે વધારો
ગુજરાતના સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં 3 લોકોના ધબકારા બંધ થયા છે. જેમાં સુરેન્દ્રનગરમાં હાર્ટ એટેક ચિંતાજનક બન્યો છે. એક જ દિવસમાં 3 લોકોના મોતથી ચકચાર મચી છે. એક જ મહિનામાં 20થી વધુના હાર્ટ એટેકથી મોત થયા છે.
ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો હવે ઝડપથી વધી રહ્યા છે
ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો હવે ઝડપથી વધી રહ્યા છે. હાર્ટએટેક એ જાણે કોઈ રોગચાળો હોય તેમ ટપોટપ અને ચૂપચાપ લોકોના ભોગ લઈ રહ્યો છે. આજે આવી જ એક ઘટનામાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક જ દિવસમાં કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો. હાલના દિવસોમાં રાજ્યમાં હાર્ટ એટેકથી થતા મોતની ઘટનામાં ચિંતાજનક રીતે વધારો નોંધાયો છે. એક જ દિવસમાં ઘણાં લોકો રાજ્યના વિવિધ ભાગોમાં જીવ ગુમાવી રહ્યા છે. આવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં 56 વર્ષીય બહાદુર સિંહ નામના આધેડની તબિયત લથડયા બાદ બેહોશ થયા હોસ્પિટલમાં હાજર ડોક્ટરે હાર્ટએટેક આવ્યો હોય અને મોત નિપજ્યા હોવાનું જાહેર કર્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, જાણો કયા રહ્યું સૌથી ઓછુ તાપમાન
પરમપ્રકાશ સ્વામીનું હાર્ટ એટેકથી મોત
આ સિવાય સ્વામીનારાયણ મંદિરના સ્વામીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ઘટના પણ સામે આવી હતી. જેમાં માહિતી પ્રમાણે પરમપ્રકાશ સ્વામીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનુ જાહેર થયું હતું. આ સિવાય ડેરવાળા ગામમાં પણ એક અન્ય વૃદ્ધનું હાર્ટએટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું. અહીં 65 વર્ષીય વૃદ્ધ ધીરજ ભાઈને પણ હાર્ટએટેક બાદ હોસ્પિટલમાં લઈ જવાયાં પણ ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા.