કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમરેલીઃ ધારીમાં પૂર્વ મંત્રી અને ભાજપ નેતા મધુબેન જોશીની હત્યા

Text To Speech

ભાઈ બીજના તહેવારે અમરેલીના ધારીમાં ખૂની ખેલ ખેલાયો હતો. ધારીમાં પૂર્વ મંત્રી અને ભાજપ નેતા મધુબેન જોશીની હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. એટલું જ નહીં મહિલા નેતાના પુત્ર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.

Madhuben Joshi
Madhuben Joshi

પતિ અને દીકરા પર પણ પાડોશીનો જીવલેણ હુમલો

મધુબેન જોશીના પતિ અને દીકરા પર પણ જીવલેણ હુમલો કરનાર તેમનો પાડોશી નીકળ્યો છે. પાડોશીએ સામાન્ય બોલાચાલીમાં આવો ખૂની ખેલ ખેલ્યો હતો. પાડોશીના હુમલામાં ઘવાયેલા મધુબેનને ગંભીર હાલતમાં અમરેલીની હોસ્પિટલામાં ખસેડવામાં આવ્યાં હતા જ્યાં તેમનું અવસાન થયું હતું. મધુબેનની હત્યા અને તેમના પરિવાર પર થયેલા જીવલેણ હુમલા બાદ ચકચાર મચી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Back to top button