ગાંધીધામ-ઈન્દોર ટ્રેનમાં પાંચ મુસાફર પાસેથી 3.20 લાખ લૂંટી અજાણ્યા શખ્સો ફરાર
અમદાવાદઃ (Gujarat News)ગુજરાતમાં લૂંટની ઘટનાઓ વધી રહી છે. (3.20 lakh robbery) જાહેર રસ્તાઓ પર અથવા તો રિક્ષામાં બેઠેલા મુસાફરની નજર ચૂકવીને થતા લૂંટના ગુનાઓ બેફામ પણે વધી રહ્યાં છે. (train signal loss)ત્યારે ખેડામાં ટ્રેનમાં લૂંટની ઘટના બની છે. સિગ્નલ લોસ થતાં ટ્રેનને રોકવામાં આવી હતી અને ત્યાર બાદ પાંચ જેટલા મુસાફરો પાસેથી 3.20 લાખનો મુદ્દામાલ લૂંટી લેવાયો હતો.
ગાંધીધામ ઈન્દોર સુપર ફાસ્ટ ટ્રેનમાં લૂંટની ઘટના
પ્રાપ્ત વિગતો પ્રમાણે ડાકોર ગોધરા રૂટ પર અંગાડી નજીકથી પસાર થઈ રહેલી ગાંધીધામ ઈન્દોર સુપર ફાસ્ટ ટ્રેનમાં કેટલાક લોકોએ સિગ્નલ લોસ કર્યું હતું. ત્યાર બાદ ટ્રેનના કોચમાં બેઠેલા પાંચ મુસાફરો પાસેથી 3.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ લૂંટીને લૂંટારાઓ ફરાર થઈ ગયા હતાં. ટ્રેનમાં લૂંટની ઘટનાની જાણ થતાં જ અન્ય મુસાફરોમાં પણ ફફડાટ ફેલાયો હતો. આ ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.