ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીએ છત્તીસગઢની મહિલાઓને રૂ. 15 હજાર આપવાનો કર્યો વાયદો

બેમેતરા, છત્તીસગઢ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં મહિલાઓને 15,000 રૂપિયા આપવાનો વાયદો કર્યો છે. આ વાત તેમણે બેમેતરામાં એક વિશાળ જાહેરસભાને સંબોધતી વખતે કહી. આ ઉપરાંત, તેમણે ખેડૂતોની લોન માફ કરવાનું અને મફત શિક્ષણ આપવાનું વચન આપ્યું છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 17મી નવેમ્બર થવાનું છે અને 15મી નવેમ્બરે એટલે કે આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. જેને લઈ રાજ્યમાં મતદારોને રીઝવવા માટે તમામ રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે આ દરમિયાન રાહુલ ગાંધીએ આજે બેમેતરામાં ચૂંટણી રેલીને સંબોધિત વખતે મતદારોને કેટલાક વાયદા કર્યા છે.

રાહુલ ગાંધીએ 15,000ના બદલે 1500 કહ્યા

બુધવારે બેમેતરામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ પર તેની નીતિઓ માટે નિશાન સાધ્યું અને કોંગ્રેસ દ્વારા છત્તીસગઢ અંગે આપેલા વચનનો પણ પુનરોચ્ચાર કર્યો. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, છત્તીસગઢમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર સત્તામાં આવશે ત્યારે રાજ્યની મહિલાઓના ખાતામાં વાર્ષિક 15,000 રૂપિયા જમા કરશે. જો કે, રાહુલ ગાંધીએ પહેલા 15,000 રૂપિયાની જગ્યાએ 1,500 રૂપિયા કહ્યા હતા. ત્યારે તરત જ પાર્ટીના ચૂંટણી પ્રભારી કુમારી શૈલજાએ તેમને યાદ અપાવ્યું કે 1500 રૂપિયા નહીં પરંતુ 15000 રૂપિયા આપવાના છે, જેના પછી તેમણે તરત જ પોતાનું ભાષણ સુધાર્યું અને કહ્યું કે તેમના ખાતામાં 15000 રૂપિયા જમા કરવામાં આવશે.

રાહુલ ગાંધીએ જાહેરસભામાં કહ્યું કે, વડાપ્રધાન મોદી જ્યાં પણ જાય છે ત્યારે મારી ટીકા કરે છે, પરંતુ મને આની કોઈ ચિંતા નથી. તેમણે વધુમાં કહ્યું કે, તે જેટલી મારી નિંદા કરશે તેટલું મને લાગશે કે હું સાચી દિશાએ જઈ રહ્યો છું

કેન્દ્રમાં અમારી સરકાર બનતા જાતિગત વસ્તી ગણતરી થશેઃ રાહુલ

રાહુલ ગાંધીએ ફરી એકવાર ઓબીસીનો મુદ્દો ઉઠાવીને આરોપ લગાવ્યો કે, બીજેપી સરકાર ઓબીસીને ભાગીદારી આપવા માગતી નથી. ઓબીસીની વસ્તી 50% છે પરંતુ 90 અધિકારીઓ સરકાર ચલાવે છે. આ 90માંથી માત્ર 3 ઓબીસીના અધિકારીઓ છે. તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતાં કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી ઉદ્યોગપતિ અદાણીને ગેરંટી આપે છે. પીએમ મોદી કહે છે કે દેશમાં કોઈ જાતિ નથી પરંતુ અમે શોધીશું કે દેશમાં કેટલા પ્રમાણમાં ઓબીસી છે. જો દિલ્હીમાં અમારી સરકાર આવશે તો પહેલું કામ જાતિ આધારિત વસ્તી ગણતરી થશે અને દેશ બદલાશે.

પ્રિયંકા ગાંધીએ શિવરાજ સિંહ પર કર્યા પ્રહાર

ચૂંટણી રેલીમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ પણ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, વિશ્વ પ્રસિદ્ધ મહાન અભિનેતા શિવરાજ સિંહ ચૌહાણ ઉર્ફે મામાજી એક્ટિંગમાં અમિતાભ બચ્ચનના કરતાં પણ દસ ડગલાં આગળ છે. પરંતુ જ્યારે કામની વાત આવે છે ત્યારે તેઓ તરત જ અસરાની (પીઢ અભિનેતા ગોવર્ધન અસરાની) ની ભૂમિકા ભજવે છે.

આ પણ વાંચો: રાજનાથ સિંહનો છત્તીસગઢની રેલીમાં હુંકાર, ‘કોઈ અમારી વિશ્વસનીયતા સામે આંગળી ચિંધી શકે નહીં…’

Back to top button